________________
ર
કાલલાક-સર્ગ ૨૮
पंचचत्वारिंशदाढ्या आढकानां सहस्रकाः । षट्चत्वारिंशदंशाश्च मानं द्वाषष्टिजा दश ॥३९१।। पंचलक्षणभेदेनाप्युक्ताः संवत्सरा युगे ।
नक्षत्रचंद्रकर्मोष्णकराभिर्द्धिताह्वयाः ॥३९२॥ तथाहि - नक्षत्राणि यथायोगं स्वस्वमासानुसारतः ।
भवंति यत्र राकायां कार्त्तिके कृत्तिका यथा ॥३९३।। तथोक्तं - 'जेठो वच्चइ मूलेण सावणो धणिठ्ठाहिं ।
अद्दासु अ मगसिरो, सेसा नखत्तनामिया मासा' ॥३९३ All ऋतवोऽपि यथायोगं प्रवर्तते महीतले । स्थिति बनाति हेमंतः कार्त्तिक्याः परतो यथा ॥३९४॥ भवेत्संवत्सरो यश्च नात्युष्णो नातिशीतलः । बहूदकश्च नक्षत्रसंवत्सरमुशंति तं ॥३९५॥ मासासशनामानि यत्र ऋक्षाणि पूर्णिमाः ।
समापयंति यः शीता-तपरोगादिदारुणः ॥३९६॥ તેનું મેયમાન છેતાલીશ હજાર પીસ્તાલીશ આઢક તથા એક આઢકના બાસઠીયા દશ અંશ (૪૬૦૪૫ -) થાય છે. ૩૯૧.
નક્ષત્ર, ચંદ્ર, કર્મ, સૂર્ય અને અભિવર્ધિત નામના પાંચ વર્ષ એક યુગમાં લક્ષણના ભેદથી પણ કહ્યા છે. ૩૯૨.
તે આ પ્રમાણે–નક્ષત્રો યથાયોગ્ય પોતપોતાના માસને અનુસાર જે પૂર્ણિમાને દિવસે હોય, તે નક્ષત્ર નામનો તે માસ કહેવાય છે. જેમકે કાર્તિક માસની પૂર્ણિમાએ કૃત્તિકા નક્ષત્ર હોય છે, તેથી તે કાર્તિક માસ કહેવાય છે. ૩૯૩.
(બીજા માસો માટે ફેર છે તે માટે) કહ્યું છે કે–મૂળ નક્ષત્રના યોગથી જેઠ માસ કહેવાય છે, ઘનિષ્ઠાના યોગથી શ્રાવણ માસ, આદ્રના યોગથી માર્ગશીર્ષ કહેવાય છે. બાકીના માસો તે તે નક્ષત્રના નામવાળા હોય છે. (આ ચંદ્ર નક્ષત્રો એટલે પ્રતિદિવસના નક્ષત્રો જાણવા.) ૩૯૩ A.
તુઓ પણ પૃથ્વીતળ ઉપર યોગ પ્રમાણે પ્રવર્તે છે. જેમકે કાર્તિકી પછી હેમંત ઋતુ આવે છે.૩૯૪.
જે વર્ષ અતિ ઉષ્ણ કે અતિશીતળ ન હોય અને ઘણા પાણીવાળું હોય તે નક્ષત્રવર્ષ કહેવાય છે.૩૯૫.
૧. પાંચમા ઋતુવર્ષનું તોલ તથા મેય લખ્યું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org