SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ પર કાલલોક-સર્ગ ૨૮ कलाः कुर्यात् षोडशेंदो-स्तत्र चैका कला भवेत् । द्वाषष्टिभागीकृतेंदु-विभागद्वितयात्मिका ॥३३॥ अन्याः पुनस्ता द्वाषष्टि-भागीकृतसितत्विषः । भागचतुष्टयरूपाः स्युः पंचदशसंमिताः ॥३३२॥ तत्राद्यांशद्वयरूपा सदैव स्यादनावृत्ता । आवियते च मुच्यते राहुणान्याः कला मुहुः ॥३३३॥ कालश्चैककलायाः स्यात्पिधाने वा प्रकाशने । एकषष्टिरहोरात्र-स्यांशा द्वाषष्टिकल्पिताः ॥३३४॥ पिधीयमानचंद्रांशा-स्तिथयः कृष्णपक्षजाः । प्रकाशमानचंद्रांशास्तिथयः शुक्लपक्षजाः ॥३३५॥ यथोक्तस्तिथिकालोऽसौ त्रिंशता गुणितो भवेत् । अष्टादशशतास्त्रिंशा द्वाषष्टिप्रभवा लवाः ॥३३६॥ द्वाषष्ट्यैषां: हृते भागे विधुमासो यथोदितः । एकन्यूनत्रिंशदहो-रात्रा द्वात्रिंशदंशकाः ॥३३७॥ તે આ પ્રમાણે–પ્રથમ ચંદ્રની સોળ કળા કરવી, તેમાંની એક કળા ચંદ્રના બાસઠીયા બે ભાગ જેટલી હોય છે.૩૩૧. બાકીની પંદર કળાઓ ચંદ્રના બાસઠીયા ચાર ચાર ભાગ જેટલી થાય છે. (તેથી આખા ચંદ્રબિંબની સોળે કળાના મળીને બાસઠ ભાગ સંપૂર્ણ થયા.) ૩૩૨. તેમાં જે પહેલી બે અંશરૂપ કળા છે, તે હમેશાં ખુલ્લી જ રહે છે અને બાકીની પંદર કળાઓ છે, તે રાહુથી વારંવાર ઢંકાય છે અને ખુલ્લી થાય છે. ૩૩૩. એક રાત્રિદિવસના બાસઠ ભાગ કરવા, તેમાંથી એકસઠ ભાગ જેટલો કાળ એક કળાના આવરણમાં અથવા પ્રકાશ કરવામાં લાગે છે.૩૩૪. જેમાં ચંદ્રની કળાઓ ઢંકાતી જાય, તે તિથિઓ કૃષ્ણપક્ષની કહેવાય અને જેમાં ચંદ્રની કળાનો પ્રકાશ થતો જાય, તે તિથિઓ શુક્લપક્ષની કહેવાય છે.૩૩૫. જે આ તિથિનો કાળ (બાસઠીયા એકસઠ ભાગરૂપ) કહ્યો, તેને ત્રીશે ગુણવાથી બાસઠીયા અઢારસો ને ત્રીશ અંશ (૧૮૩૦) થાય છે. તેને બાસઠ ભાગતાં એક ચંદ્રમાસના રાત્રિદિવસો ઓગણત્રીશ અને બાસઠીયા બત્રીશ અંશો (૨૯ ) થાય છે. ૩૩૬-૩૩૭. ૧. આખા ચંદ્રબિંબના સોળ ભાગ કરવા તે. ૨. આખા ચંદ્રબિંબના બાસઠ ભાગ કરવા તે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy