SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ નક્ષત્રમાસ ૫૧ तुल्यक्षेत्रेषु च त्रिंशन्मुहूर्ता भेषु कीर्तिताः । पंचचत्वारिंशदेते सार्थक्षेत्रेषु भेषु च ॥३२४॥ एकाहोरात्रभोक्तव्य-ऋक्षक्षेत्रांशराशिना । सर्वर्भाशराशिभागो मासः पूर्येत शीतगोः ॥३२५॥ तथाहि - चतुःपंचाशत्सहस्राः शतैर्नवभिरन्विताः । भागहारेण भक्तव्या द्विसहस्रया दशाढ्यया ॥३२६॥ सप्तविंशतिराप्यते-ऽहोरात्रास्त्रिंशता पुनः । शेषभाज्यभाजकयो राश्योः कार्यापवर्त्तना ॥३२७। सप्तषष्टिभवा भागास्ततोऽमी एकविंशतिः । अहोरात्रस्य संपन्नास्तेऽधिकाः सप्तविंशतौ ॥३२८॥ एवं नक्षत्रमासस्यो-पपत्तिरिह वर्णिता । चंद्रमासस्योपपत्ति-मथ वक्ष्ये यथागमं ॥३२९॥ त्रिंशता तिथिभिः प्रोक्त-चंद्रमासो जिनेश्वरैः । भवंति तिथयछेदोः कलावृद्धिक्षयोद्भवाः ॥३३०॥ તુલ્ય ક્ષેત્રવાળા નક્ષત્ર સાથે ચંદ્રનો યોગ થાય ત્યારે ત્રીશ મુહૂર્ત થાય છે. (૨૦૧૦ ને ૬૭ વડે ભાગવાથી આ પ્રમાણ થાય છે.) તથા દોઢ ક્ષેત્રવાળા નક્ષત્ર સાથે ચંદ્રનો યોગ થાય ત્યારે પીસ્તાલીશ મુહૂર્ત થાય છે. (૩૦૧૫ ને ૬૭ વડે ભાગવાથી આ પ્રમાણ થાય છે.)૩૨૪. એક નક્ષત્ર એક રાત્રિદિવસમાં ક્ષેત્રવિખંભના જેટલા અંશો ભોગવે છે (૨૦૧૦), તે અંશની રાશિ સર્વ નક્ષત્રોના અંશના રાશિને (૫૪૯૦૦) ભાગવાથી એક ચંદ્રમાસ પૂર્ણ થાય છે.૩૨૫. તે આ પ્રમાણે–ચોપન હજાર નવસોને, બે હજારને દશે ભાગવા. તેથી સત્તાવીશ રાત્રિદિવસ ભાગમાં આવે છે. શેષ રહેલા ભાજ્ય (૩૦) અને ભાજક (૨૦૧૦) આ બે રાશિની અપવર્તના કરવી (ત્રીશવડે છેદ ઉડાડવો) એટલે સડસઠીયા એકવીશ ભાગ (અંશ) આવશે. તે સત્તાવીશ રાત્રિદિવસની ઉપર અધિક (૨૭ ) જાણવા. ૩૨૬-૩૨૮. આ પ્રમાણે નક્ષત્રમાસની ઉત્પત્તિ કહી. હવે આગમમાં કહ્યા પ્રમાણે ચંદ્ર માસની ઉત્પત્તિ કહું છું.૩૨૯, જિનેશ્વરોએ ત્રીશ તિથિનો એક ચંદ્રમાસ કહ્યો છે અને તિથિઓ, ચંદ્રની કળાની વૃદ્ધિ-હાનિથી ઉત્પન્ન થાય છે.૩૩૦. ૧. અર્ધ ક્ષેત્રવાળા નક્ષત્ર સાથે ચંદ્રનો યોગ થતાં પંદર મુહર્ત થાય છે કેમકે ૧૦૦૫ ને ૬૭ વડે ભાગતા ૧૫ થાય છે. આ હકીકત મૂળમાં લખી નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy