________________
३२
इत्युक्तमिति ज्ञेयं.
तत्त्वं
एतदनुसारेण च समयक्षेत्राद्वहिरपि कालस्वीकारो मुख्यतया संपन्न:, पुनः सर्वज्ञवेद्यमिति,
संख्येयश्चाप्यसंख्येयोऽनंतश्चेत्यथवा त्रिधा । शीर्षप्रहेलिकांतः स्यात्तत्राद्यः समयादिकः ॥ २०१ || असंख्येयः पुनः कालः ख्यातः पल्योपमादिकः । अनंत : पुद्गलपरा-वर्त्तादिः परिकीर्त्तितः ॥ २०२॥ तत्र कालविशेषो यः सूक्ष्मत्वाद्योगिनापि नो । विभक्तुं शक्यते सैष समयः समये श्रुतः || २०३॥ जीर्णे पटे भिद्यमाने तरुणेन बलीयसा । कालेन यावता तंतु-स्त्रुट्यत्येको जरातुरः || २०४॥ असंख्येयतमो भागो यः स्यात्कालस्य तावतः । समये समय: सैष कथितस्तत्त्ववेदिभिः ॥२०५॥
तस्मिंस्तंतौ यदेकस्मिन् पक्ष्माणि स्युरनेकशः । प्रतिपक्ष्म च संघाताः क्षणाच्छेद्या असंख्यशः ॥ २०६ ॥
કાલલોક-સર્ગ ૨૮
આ યોગશાસ્ત્રને અનુસારે તો સમયક્ષેત્ર (અઢીદ્વિપ)ની બહાર પણ મુખ્ય કાળનો સ્વીકાર થાય छे, तत्त्व तो सर्वज्ञ भये.
આ કાળ સંખ્યાત, અસંખ્યાત અને અનંત એમ ત્રણ પ્રકારે પણ કહેવાય છે, તેમાં એક સમયથી આરંભીને શીર્ષપ્રહેલિકા સુધીનો કાળ પહેલો સંખ્યાત કાળ કહેવાય છે. પલ્યોપમ વિગેરે અસંખ્યાત કાળ કહેવાય છે, અને પુદ્ગલપરાવર્તાદિક અનંતકાળ કહેવાય છે.૨૦૧–૨૦૨.
અત્યંત સૂક્ષ્મ હોવાથી યોગી પણ જે કાળનો વિભાગ કરી શકે નહીં, તે સમય કહેવાય છે એમ सिद्धांतमां ऽधुं छे. २०३
Jain Education International
કોઈ યુવાન અને બળવાન પુરુષ એક જીર્ણ વસ્ત્ર જોરથી ફાડે, તે વખતે તેના સડેલા એક તંતુને તૂટતાં જેટલો કાળ લાગે, તેટલા કાળનો જે અસંખ્યાતમો ભાગ હોય, તે સમય કહેવાય છે, એમ તત્ત્વવેદીઓએ સિદ્ધાંતમાં કહ્યું છે.૨૦૪-૨૦૫.
કારણ કે તે એક સડેલા તંતુમાં ઘણા પશ્નો (તંતુના સૂક્ષ્મભાગ) હોય છે, અને દરેક પક્ષે એક ક્ષણમાં છેદાય એવા અસંખ્ય સંધાતો (પરમાણુના સ્કંધો) હોય છે. તે સંધાતોને અનુક્રમે છેદતાં જુદા
For Private & Personal Use Only
www.jainelibrary.org