________________
કાલલોક
* વર્તમાનમાં ગુરુવર્ સર્વ પ્રકારે યોગ–ક્ષેમ કરનાર, નિઃસ્પૃહશિરોમણિ,
સરળ સ્વભાવી સદા પ્રસન્ન, આચાર્યદેવ શ્રીમદ્
| વિજયપ્રદ્યોતનસૂરીશ્વરજી મહારાજ. * જન્મથી જ સંયમના પ્રેરક બનનાર, પૂજ્ય ગુરુદેવ, પ્રશાન્તમૂર્તિ તત્ત્વચિંતક, પ્રતિભાસંપન્ન,
પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્
વિજય કુંદકુંદસૂરીશ્વરજી મહારાજ. * ધર્મના સંસ્કારો આપી, ધર્મમાર્ગે જોડનાર, ક્ષમા, નમ્રતા, તિતિક્ષા આદિ મનોહર ગુણોથી
અલંકૃત, પૂજ્ય ઉપકારી પિતા મુનિરાજશ્રી
મહાસેનવિજયજી મહારાજ. * સંપૂર્ણ પૂજ્યભાવે મારી સાથે રહીને દરેક કાર્યમાં ઉત્સાહપૂર્વક સહાય કરનાર, આ ગ્રન્થના સંપાદન કાર્યમાં સંપૂર્ણ રીતે સહાયક, સેવાભાવી એવા મારા લઘુ ગુરુભ્રાતા
મુનિશ્રી હેમપ્રભવિજયજી મહારાજ. કજ આગમ–પાઠોની યાદી, અનુક્રમણિકા, શુદ્ધિપત્રક, ચિત્રો, શાસ્ત્રપાઠોનો અકારાદિક્રમ, યંત્રો આદિ કરાવી આપનાર પૂ. આચાર્યદેવ શ્રી વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મ.ના આજ્ઞાવર્તી
માતૃહૃદયા, સુવિશુદ્ધસંયમી વયોવૃદ્ધા
સાધ્વીજી કુમુદશ્રીજી મહારાજ. * જન્મદાત્રી, કારુણ્ય, માધ્યસ્થ, વૈરાગ્ય અને ઔદાસીન્ય સ્વસ્તિકોની સુચનાથી મોહક, નિર્મલ શીલવતી, બાળવયથી સંસ્કારોનું સિંચન કરાવનાર
માતુશ્રી જીવીબેન આ બધા પૂજ્યોની કૃપાથી તથા મહાત્માઓના સહકારથી ભાષાંતર તથા સંપાદનનું કાર્ય શકય
બન્યું છે. તેથી હું તો નિમિત્તમાત્ર છું. યશના ભાગીદાર તો આપ સર્વ પૂજ્યો જ છો.
પં વજસેનવિજય ગણિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org