________________
૫૧ ૩
બળદેવ અંગે વિશેષ વર્ણન
प्रश्नव्याकरणसूत्रे तु वासुदेववर्णने शक्तिः शस्त्रं दृश्यते, मणिश्चात्र न दृश्यते, तथा च तद्ग्रंथ : ‘संखचक्कगयसत्तिणंदगधरा इति' शक्तिश्च त्रिशूलविशेष इति तवृत्तौ ।
भवंति बलदेवास्तु गौरांगा नीलवाससः । योषिक्कार्मणी भूत-रूपास्तालध्वजान्विताः ॥५८४॥ एषां स्युस्त्रीणि रत्नानि सेवितानि सुरैः सदा । धनुः परैरनाकर्षं मुशलं च हलं वरं ॥५८५॥ त्रीण्यप्यमूनि द्विषतां पटूनि मदभेदने ।।
दुर्लभानि सूराणाम-प्यमोघानि च सर्वदा ।५८६॥ उक्तानि चैतानि रामचरित्रेऽनंगलवणमदनांकुशसंग्रामे पद्मस्य बलदेवस्य । તથાદ- पद्मनाभोऽप्यभाषिष्ट ममापि शिथिलायते ।
धनुः श्वभ्रे स्थितमिव वज्रावर्त न कार्यकृत् । अभून्मुशलरत्नं च वैरिनिर्दलनक्षमं । कणखंडनमात्राई-मेवैतदपि संप्रति ॥५८८॥
શ્રી પ્રશ્નવ્યાકરણસૂત્રમાં વાસુદેવના વર્ણનમાં શક્તિ નામનું શસ્ત્ર દેખાય છે અને મણિ દેખાતું નથી. તેનો પાઠ આ પ્રમાણે-“શંખ, ચક્ર, ગદા, શક્તિ અને નંદકને ધારણ કરનારા–' આમાં શક્તિ એટલે ત્રિશૂળ સમજવું એમ તેની વૃત્તિમાં કહ્યું છે.
બલદેવો ગૌર શરીરવાળા અને નીલ વસ્ત્રવાળા, સ્ત્રીઓની દષ્ટિને કાર્મણરૂપ એવા અદ્ભુત રૂપવાળા, અને તાલના ચિહ્નયુક્ત ધ્વજાવાળા હોય છે. ૫૮૪
એમને ત્રણ રત્નો દેવોવડે સેવિત હોય છે. બીજા ખેચી ન શકે એવું ધનુષ્ય, શ્રેષ્ઠ એવું હળ અને મુશળ. ૫૮૫.
આ ત્રણે શત્રુના મદને ભેદવામાં પ્રવીણ, દેવોને પણ દુર્લભ, અને સદા અમોઘ હોય છે. ૫૮૬.
આ હકીકત રામચરિત્રમાં અનંગલવણ અને મદનાંકુશ સાથેના સંગ્રામમાં પદ્મ (રામ) નામના બળદેવના અધિકારમાં કહેલ છે કે –
પદ્મનાભ (રામચંદ્ર) પણ લક્ષ્મણને કહે છે કે-મારું આ વાવર્ત ધનુષ્ય પણ અત્યારે શિથિલ થાય છે અને ખાડામાં પડેલું હોય તેમ કાર્ય કરતું નથી. ૫૮૭.
જે મુશળરત્ન વૈરીઓને દળી નાંખવા માટે સમર્થ હતું તે અત્યારે અનાજ ખાંડવાને યોગ્ય થઈ ? ગયું છે. પ૮૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org