________________
૪૮૧
૪૮૧
વાસ્તુનાં આયા
विवक्षिते गृहक्षेत्रे विस्तारो योंगुलात्मकः । दैयेणांगुलरूपेण गुण्यते जायतेऽथ यत् ।।४११।। तत्स्यात्क्षेत्रफलं तस्मि-नष्टभक्तेऽधिकं च यत् ।
तदंकमानस्तत्राय-स्तेषां नामक्रमस्त्वयं ॥४१२।। ध्वजो १ धूमो २ हरिः ३ श्वा ४ गौ ५ खरो ६ हस्ती ७ द्विकः ८ क्रमात्।
पूर्वादिबलिनोऽष्टाया विषमास्तेषु शोभनाः ॥४१३॥ ईशानांतासु दिक्ष्वेते पूर्वादिक्रमतः स्थिताः । सान्वर्थनामधेयत्वा-त्समा: क्वापि न शोभनाः ॥४१४॥ एषां स्थापनव्यवस्था चैवं विवेकविलासेवृषं १ सिहं २ गजं ३ चैव खेटकर्बटकोट्टयोः । द्विपः पुनः प्रयोक्तव्यो वापीकूपसरस्सु च ॥४१५॥ मृगेंद्रमासने दद्या-च्छयनेषु गजं पुनः । वृषं भोजनपात्रेषु छत्रादिषु पुनर्ध्वजं ॥४१६॥
તે આ પ્રમાણે–ઈચ્છેલા ઘરની ભૂમિનો વિસ્તાર જેટલા આંગળનો હોય, તેને લંબાઈના આંગળવડે ગુણવો. તે પ્રમાણે લંબાઈ પહોળાઈના આંગળનો ગુણાકાર કરતાં જે આવે, તે ક્ષેત્રફળ સમજવું. તે ક્ષેત્રફળના આંગળની સંખ્યાને આઠે ભાગતા જે શેષ વધે, તેટલી સંખ્યાવાળો (તેટલામો) તે ક્ષેત્રનો આય જાણવો. તે આયોનાં નામ અનુક્રમે આ પ્રમાણે છે. ૪૧૧–૪૧૨.
– ધ્વજ ૧, ધૂમ ૨, હરિ ૩, શ્વાન ૪, બળદ ૫, ગધેડો , હાથી ૭ અને કાગડો. ૮. આ આઠ આયો અનુક્રમે પૂર્વાદિ દિશાઓમાં બળવાન છે. તેમાંના એકી (૧–૩–પ-૭) આયો શુભકારક છે. ૪૧૩.
પૂર્વાદિના અનુક્રમે ઈશાન ખૂણાપર્યત રહેલા આ આઠે આયોનાં નામ સાર્થક હોવાથી બેકી (૨-૪-૬-૮) આયો કદાપિ શુભ નથી. ૪૧૪.
આ આયોને સ્થાપવાની વ્યવસ્થા વિવેકવિલાસ નામના ગ્રંથમાં આ પ્રમાણે કહી છે–ખેટ (ગામ), કર્બટ (નગર) અને કિલ્લાને વિષે વૃષ, સિંહ અને ગજ આય લેવો. વાવ, કૂવા, અને સરોવરને વિષે દ્વિપ (હાથી) આય લેવો, આસનમાં સિંહ આય લેવો, શય્યામાં ગજ આય લેવો, ભોજનનાં પાત્રોમાં
૧ પૂર્વ–ધ્વજ, ૨ અગ્નિ-ધૂમ, ૩ દક્ષિણ-સિંહ ૪ નૈર્શત-શ્વાન, ૫ પશ્ચિમ-વૃષભ, ૬ વાયવ્ય–ખર, ૭ ઉત્તર–ગજ, ૮ ઈશાન-કાક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org