SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Page Text
________________ ४८० કાલલોક-સર્ગ ૩૧ तथा - वास्तुक्षेत्रोद्गतैर्वल्ली-वृक्षैर्भूखातपूरितैः । वेश्माभ्युदयिकं दुःख-कृद्वा वेत्ति विचक्षणः ॥ ४०६॥ आसन्नफलदा वास्तु-प्ररूढा गर्भिणी लता । अनासन्नफला कन्या वंध्या भवति निष्फला ॥ ४०७॥ વૃક્ષા: હ્નક્ષવદાશ્વત્યો-ટુવાદ: ગુમા: મૃત: | अप्रशस्ताः कंटकिनो रिपुचौरादिभीतिदाः ।। ४०८॥ तथाह वराहः-शस्तौषधिद्रुमलतामधुरा सुगंधा स्निग्धा समानशुषिरा च मही नराणां । अप्यध्वनि श्रमविनोदमुपागतानां धत्ते श्रियं किमुत शाश्वतमंदिरेषु ॥ ४०९।। विज्ञो वास्तुष्वथायर्भ-व्ययांशादीन् विचारयेत् । अमीभिरनुकूलैर्यत् स्यादभ्युदयकृद् गृहं ॥४१०॥ તથા–વાસ્તુ (ઘર) બનાવવાનું જે ક્ષેત્ર (ભૂમિ) હોય તેમાં વેલાઓ કે વૃક્ષો વિગેરે જે ઉગેલા હોય, તે ઉપરથી તેમાં થનારું ઘર સુખકારક છે કે દુઃખકારક છે? તે વિદ્વાન્ પુરુષ જાણી શકે છે. ૪૦૬. જેમકે વાસ્તુક્ષેત્રમાં ઉગેલી લતા જો ગર્ભવાળી હોય, તો તે શીધ્ર ફળ આપનારી થાય છે, કન્યા (બાલ્યાવસ્થાવાળી–કુમારિકા) હોય તો તે ચિરકાળે ફળ આપનારી થાય છે અને વંધ્યા (વાંઝણી–ફળરહિત) હોય તો તેનું. કાંઈપણ ફળ મળતું નથી. ૪૦૭. વાસ્તુના ક્ષેત્રમાં પીપળો, વડ, અશ્વત્થ (પીપળા જેવું વૃક્ષો અને ઉમરા વિગેરેનાં વૃક્ષો ઉગેલાં હોય, તો તે શુભ કહેલાં છે. કાંટાવાળા વૃક્ષો ઉગેલાં હોય તો તે અશુભ કહેલાં છે અને તે શત્રુ તથા ચોરાદિકનો ભય આપનાર થાય છે. ૪૦૮. તે વિષે વરાહ કહે છે કે- ‘ઉત્તમ ઔષધિ, વૃક્ષ અને લતાવાળી, મધુર, સુગંધી, સ્નિગ્ધ (ચિકાશવાળી–રસવાળી) અને સરખા છિદ્રવાળી પૃથ્વી ઉપર માર્ગમાં ચાલવાથી શ્રમિત થયેલા રાજાઓ માત્ર વિશ્રાંતિ લેવા માટે જ થોડો વખત બેઠા હોય તો પણ તેમને તેવી પૃથ્વી લક્ષ્મીને આપનારી થાય છે, તો પછી તેવી પૃથ્વી ઉપર નિરંતર રહી શકાય તેવા મકાનો કર્યા હોય, તો તે લક્ષ્મીને આપનાર થાય તેમાં શું કહેવું ? ૪૦૯. હવે વાસ્તુશાસ્ત્રના વિદ્વાને આય, નક્ષત્ર, વ્યય અને અંશ વિગેરેનો વિચાર કરવો, કારણ કે તે સર્વે અનુકૂળ હોય, તો તે ઘર શુભ ઉદયને કરનારું થાય છે. ૪૧૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy