________________
४६४
કાલલોક-સર્ગ ૩૧
छत्ररत्नं भवेत्पूर्ण-शरच्छीतांशुमंजुलं । नवनवत्या सहनै रैशलाकाभिरंकितं ॥३२१॥ दर्शनादेव दस्यूनां भुजशस्त्रादिशक्तिहृत् । पुष्टप्रौढस्वर्णदंडं नानाचित्रैश्च चित्रकृत् ॥३२२॥ स्थाने च दंडारोपस्य पंजराकारराजितं । परितो मौक्तिकालीभि-मणिरत्नैश्च मंडितं ॥३२३॥ वृष्ट्यातपमरुच्छीता-धुपद्रवनिवारकं । विषादिनानादोषघ्न-च्छायं प्राप्यं तपोगुणैः ॥३२४॥ शीतकाले विशालोष्णच्छायं ग्रीष्मे च शीतलं । सर्वसुिखदच्छायं विमानमिव जंगमं ॥३२५॥ ऐश्वर्यशौर्यधैर्यादि-प्रदलक्षणलक्षितं । चक्रिभाग्यमिवाध्यक्षं राजचिह्न महोज्ज्वलं ॥३२६॥
षड्भिः कुलकं ॥ व्यामप्रमाणमप्येत-द्विस्ताराध्यवसायिना । व्याप्नोति चक्रिणा स्पृष्टं सानां द्वादशयोजनीं ॥३२७॥
૪ છત્રરત્ન-શરઋતુના પૂર્ણચંદ્ર જેવું મનોહર, ૯૯ હજાર સુવર્ણની સળીઓવાળું, જોવામાત્રથી જ શત્રુ વિગેરેની ભુજાની અને તેના શસ્ત્રાદિની શક્તિને હરનારું, નાના પ્રકારના ચિત્રોવડે ચિત્રિત, પુષ્ટ અને પ્રૌઢ સ્વર્ણના દંડવાળું, દંડનું આરોપણ કરવાને સ્થાને એટલે છત્રના અગ્રભાગને સ્થાને તે પંજરાકાર જેવું શોભતું, ચારેતરફ મોતી અને મણિરત્નોની શ્રેણિઓ-માળાઓથી મંડિત, વૃષ્ટિ, તાપ, પવન અને શીતાદિ ઉપદ્રવનું નિવારક, તપગુણ વડે પ્રાપ્ત શક્તિવાળું અને તેની છાયામાં રહેનારા વિષાદિ નાના પ્રકારના દોષનું નાશ કરનારું, શીતકાળે વિશાળ એવી ઉષ્ણ છાયા આપનાર અને ગ્રીષ્મકાળે શીતળ છાયા આપનાર, જંગમ એવા વિમાનની જેમ સર્વ ઋતુમાં સુખકારી છાયાને આપનાર, ઐશ્વર્ય, શૌર્ય, ધર્યાદિને આપે તેવા લક્ષણોથી લક્ષિત, જાણે પ્રત્યક્ષ ચક્રીનું ભાગ્ય હોય એવું અને મહાઉજ્વળ રાજચિહ્નરૂપ હોય છે. ૩૨૧-૩૨ ૬.
એક વ્યામ અથવા બે હાથ પ્રમાણ સ્વાભાવિક હોય છે પરંતુ કાર્ય માટે તેનો વિસ્તાર કરવો હોય, ત્યારે ચક્રવર્તીના હાથના સ્પર્શથી બાર યોજનથી કંઈક અધિક વિસ્તાર પામે છે. ૩૨૭. .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org