SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ અભિષેક માટે તૈયારી ૪૫૭ रत्नबद्धक्षितेस्तस्य रत्नस्तंभशतस्पृशः । विकुर्वंत्यभिषेकार्थं मध्ये पीठं मणिमयं ॥२७३॥ चतुर्दिशं त्रिसोपान-प्रतिरूपकशालिनः । मध्येऽस्य रचयंत्येकं रत्नसिंहासनं महत् ॥२७४।। इत्यादि विरचय्यैते नत्वा शंसति चक्रिणं । प्रभो सज्जीकृतोऽस्माभि-रभिषेकाय मंडपः ॥२७५॥ ततश्चक्री गजारूढः सोत्सवं सपरिच्छदः । उपेत्य मंडपे तस्मिन् कृत्वा पीठप्रदक्षिणां ॥२७६॥ तत्र प्राच्यत्रिसोपान-पथेनारुह्य सोत्सवं । सिंहासनमलंकृत्य तिष्ठति प्राङ्मुखः सुखं ॥२७७॥ अथोत्तरप्रोष्ठपदा-प्रमुखे विहितोडुनि । विजयादौ मुहूर्ते च तेऽभिषिंचंति चक्रिणं ॥२७८।। तथा चोक्तं - अभिषिक्तो महीपालः श्रुतिज्येष्ठालघुधुवैः । ___ मृगानुराधापौष्णैश्च चिरं शास्ति वसुंधरां ॥२७९।। રત્નથી બાંધેલી અને સેંકડો મણિમય સ્તંભયુક્ત તે પૃથ્વીની મધ્યમાં, અભિષેકને માટે મણિમય પીઠ રચે છે. ૨૭૩. તે પીઠની ચારે બાજુ ત્રણ ત્રણ પગથી એકસરખા અને સુંદર હોય છે. તેની મધ્યમાં એક મોટું રત્નમય સિંહાસન રચે છે. ૨૭૪. આ પ્રમાણે તૈયાર કરીને, તેઓ ચક્રવર્તી પાસે આવીને નમસ્કાર કરીને તે હકીક્ત નિવેદન કરે કે–“હે સ્વામિન્ ! અમે અભિષેક માટે મંડપ તૈયાર કર્યો છે.” ૨૭૫. પછી ચક્રી હાથી ઉપર બેસી, પરિવાર સહિત ઉત્સવપૂર્વક તે મંડપ પાસે આવે. ત્યાં હાથી ઉપરથી ઉતરી, પીઠને પ્રદક્ષિણા કરી, ઉત્સવસહિત પૂર્વ બાજુના ત્રણ પગથીઆવડે પીઠ ઉપર ચડીને સિંહાસન ઉપર પૂર્વદિશા સન્મુખ સુખપૂર્વક બેસે. ૨૭૦-૨૭૭. પછી ઉત્તરભાદ્રપદા પ્રમુખ નક્ષત્રો સાથે ચંદ્રનો યોગ થાય ત્યારે, વિજયાદિ મુહૂર્તમાં બધા મળીને ચક્રીનો અભિષેક કરે. ૨૭૮. કહ્યું છે કે-શ્રવણ, જ્યેષ્ઠા, લઘુ (હસ્ત, અશ્વિની, અભિજિત, પુષ્ય) ધ્રુવ (રોહિણી, ત્રણ ઉત્તરા) તથા મૃગશિર, અનુરાધા ને રેવતી નક્ષત્રમાં અભિષેક કરાયેલો રાજા ઘણા કાળપર્યત પૃથ્વીને પાળે છે. ૨૭૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy