________________
ચક્રીનો નગર પ્રવેશ
૪૫૫
तदाभियोगिका देवा बहिरंत:प्रमार्जितां । सुगंधिनीरैः सीक्तां तां कुर्यु ध्वजांचितां ॥२५९॥ केचिच्च मुदिता देवाः पुरीं विशति चक्रिणि । वृष्टिमाभरणस्वर्ण-रत्नवत्रैर्वितन्वते ॥२६०॥ तदा तं बहवः काम-भोगद्रव्यार्थिनो जनाः । प्रशंसंतः स्तुवंतश्चो-च्चारयंत्याशिषां शतान् ॥२६॥ बहुभिर्वासरैदृष्टा-मपूर्वामिव तां पुरीं । निरीक्षमाणः सानंद-मतिक्रामन् गृहावली: ॥२६२॥ नरनारीसहस्राणां नमस्कारांजलीन्मुदा । आददानः क्रमादेति स्वप्रासादावतंसकं ॥२६३॥ अथावरुह्य नागेंद्रात् सेवकानाकिनो नृपान् । सेनापत्यादिरत्नानि सर्वं चान्यपरिच्छदं ॥२६४॥ सत्कृत्य विसृजत्याशु गमनाय निजाश्रयान् । स्त्रीभिर्नाट्यैः परिवृतो विशत्यंतर्गृहं स्वयं ॥२६५॥
જ્યારે મહોત્સવપૂર્વક પોતાની રાજધાનીમાં પ્રવેશ કરે, તે વખતે તેના આભિયોગિકદેવી નગરીને અંદર અને બહારથી સાફ કરે, સુગંધી જળવડે સીંચે અને નાના પ્રકારની ધ્વજાઓ વડે વ્યાપ્ત કરે. ૨૫૭–૨૫૯.
કેટલાક હર્ષ પામેલા દેવો, ચકી નગરીમાં પ્રવેશ કરે તે વખતે આભરણ, સ્વર્ણ, રત્ન અને વજમણિની વૃષ્ટિ કરે. ૨ ૬૦.
તે વખતે સુખ અને ધનના અર્થી એવા ઘણા જનો ચક્રીની પ્રશંસા કરે, સ્તવે અને સેંકડો આશિષો આપે. ૨૬૧.
ઘણા દિવસો બાદ જોએલી તે નગરીને જાણે અપૂર્વ જોતા હોય તેમ આનંદપૂર્વક જોતા અને ગૃહોની શ્રેણીઓને પસાર કરતા હજારો નર-નારીઓના નમસ્કારરૂપી અંજલિને હર્ષથી ગ્રહણ કરતા, અનુક્રમે પોતાના મુખ્ય પાસાદ પાસે આવે. ૨૬૨-૨૩.
પછી ત્યાં હાથી ઉપરથી નીચે ઉતરીને પ્રથમ સેવક દેવતાઓને, રાજાઓને, સેનાપતિ વિગેરે રત્નોને અને સર્વ અન્ય પરિવારને સત્કાર કરીને પોતપોતાને સ્થાને જવા માટે જલ્દી રજા આપે પછી સ્ત્રીઓથી અને નાટકોથી પરિવરેલો પોતાના મહેલમાં પ્રવેશ કરે. ૨૬૪–૨૬૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org