SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ પ્લેચ્છ સાથેનું યુદ્ધ कुट्टयंति द्विषां केचि-न्मौलीन् कुट्टाकपाणयः । निरंकुशाः काननस्थ-सहकारानिवाध्वगाः ॥१६५।। केचिच्च कंदुकक्रीडो-त्कटा इव महाभटाः । निर्लोठयंति भूपीठे खड्गारिमस्तकान् ॥१६६॥ अन्ये च रिपुकुंभींद्रा-नारोहंति हतद्विषः । सोपानीकृततदंत-मुशलाः कुशलाशयाः ॥१६७॥ घनामपि द्विषत्सेनां भिंदंते केचिदायुधैः । शृंगैः शंढा मदोन्मत्ता निम्नगायास्तटीमिव ॥१६८॥ महिषा इव गाहंते केचित्संग्रामपल्वलं । आहत्य द्विण्मुखाब्जानि पृथ्वी पंकिलयंति च ॥१६९॥ जातायां तत्र रुधिरा-पगायां भटमौलयः । पद्मायते तटायंते मृतमत्तेभपंक्तयः ॥१७०॥ નિમ્પયનચિંત તાંત: પતિતા: શR : | खगायंते नभःस्थाश्च भटमुक्ताः शरोत्कराः ॥१७॥ તેને વરવા માટે જયલક્ષ્મીએ માળા પહેરાવી ન હોય તેવા લાગે. ૧૬૪. કેટલાક સુભટો મુગર હાથમાં લઈને માર્ગે જનારા લોકો, બગીચામાં રહેલા આમ્રવૃક્ષને જેમ તોડે, તેમ નિરંકુશપણે શત્રુઓના મુકુટોને તોડી નાખે. ૧૬૫. કેટલાક મહાસુભટો ખગના અગ્રભાગવડે વૈરીના મસ્તકોને કંદુકની ક્રીડા કરવાની જેમ ઊંચે ઉડાડીને જમીન પર પછાડે. ૧૬૬. કેટલાક કુશળ બુદ્ધિવાળા સુભટો શત્રુઓના હસ્તી ઉપર તેના દાંતરૂપ મુશળને પગથીઆરૂપ કરી તેના પર ચડી જઈને શત્રુઓને મારી નાખે. ૧૬૭. મદોન્મત્ત સાંઢો નદીના કિનારાને તોડી પાડે તેમ, કેટલાક સુભટો આયુધોવડે ઘણી શત્રુસેનાનો ભેદ કરે. ૧૬૮. કેટલાક સુભટો પાડાઓની જેમ, સંગ્રામરૂપ તળાવને ખુંદીને અને શત્રુઓના મુખરૂપ કમળોને હણી નાખીને પૃથ્વીને કાદવવાળી કરે. ૧૬૯. તે વખતે વહેતી એવી લોહીની નદીમાં સૈનિકોનાં મસ્તક કમળ જેવા લાગે અને હાથીઓ કિનારા જેવા લાગે. ૧૭૦. તેમાં પડેલા બાણો તરતા એવા મલ્યોના સમૂહ જેવા લાગે અને સુભટોના મૂકેલાં બાણો આકાશમાં પક્ષીઓ જેવા જણાય. ૧૭૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy