________________
સિંધુ નિષ્કુટ સાધવા માટે પ્રયાણ
૧૧૦.
अलंकारानुपादाय स्त्रीरत्नस्योचितानिमान् । विसर्जयति सत्कृत्य कृतमालं नरेश्वरः ॥ ११० ॥ अथोत्सवे समाप्तेऽस्य सार्वभौमः समादिशेत् । सेनानीरत्नमाहूय सिंधुनिष्कुटसाधनं ॥ १११ ॥ सिंधु: स्यात्तस्य खंडस्य पूर्वदक्षिणयोर्दिशो: । उत्तरस्यां च वैताढ्यः प्रतीच्यां लवणोदधिः ॥ ११२ ॥ यद्यप्येभिस्त्रिभिः क्लृप्तं मध्यखंडात्तथाप्यदः । सिंध्वा पृथक्कृतं तस्मा-सिंधुनिष्कुटमुच्यते ॥ ११३ ॥ स चर्मरत्नमादाय चतुरंगचमूवृतः ।
प्रस्थानं कुरुते तत्र द्वितीय इव चक्रभृत् ॥ ११४॥ गर्जदूर्जितनिः स्वान-ध्वानध्वस्तेतरध्वनिः ।
अनूदितजयाराव : क्षुण्णैर्द्विविधभूधरेः ॥ ११५ ॥
:
जयकुंजरमारूढः सच्छत्रश्चलचामरः । कवचच्छन्नसर्वांगो मेघैर्वृत इवोडुपः ॥ ११६ ॥
સ્ત્રીરત્નને યોગ્ય આ અલંકારોને સ્વીકારીને કૃતમાલદેવનો સત્કાર કરી, ચક્રી તેને વિસર્જન કરે.
૪૩૩
તેના નિમિત્તનો ઉત્સવ સમાપ્ત થયા બાદ ચક્રી, સેનાનીરત્નને બોલાવીને સિંધુનિષ્કુટ સાધી આવવાની આજ્ઞા કરે, ૧૧૧.
તે ખંડની પૂર્વમાં ને દક્ષિણમાં સિંધુ નદી, ઉત્તરમાં વૈતાઢચ-પર્વત અને પશ્ચિમમાં લવણસમુદ્ર આવેલો છે. જો કે આ મધ્યખંડ ત્રણ વડે વીંટળાયેલ છે તો પણ આ સિંધુએ જુદો પાડેલ ખંડ હોવાથી તે સિંધુનિષ્કુટ કહેવાય છે. ૧૧૨-૧૧૩.
Jain Education International
ચક્રવર્તીની આજ્ઞા થતાં સેનાની જાણે બીજો ચક્રી હોય, તેમ ચર્મરત્ન લઈને ચતુરંગસેના સાથે તે તરફ પ્રસ્થાન કરે. ૧૧૪.
ગાજતા મોટા ધ્વનિના સ્વર વડે રોકી દીધા છે બીજા ધ્વનિ જેણે એવો, જીતાયેલા બે પ્રકારના ભૂધરો જેની પાછળ જયજય શબ્દ બોલી રહેલ છે એવો જયકુંજર પર બેઠેલો, માથે છત્ર તથા બે બાજુ પર ચામર ઢળાતો, કવચ વડે જેણે આખું શરીર ઢાંકી દીધેલ છે તેથી મેઘોથી આવૃત્ત જાણે
૧ ખૂંદેલા ભૂધરો-પર્વતો અને વશ કરેલા ભૂધરો-રાજાઓ.
For Private & Personal Use Only
www.jainelibrary.org