________________
ચક્રીનું વરદામ તીર્થ તરફ પ્રયાણ
૪૨૯ तथोक्तं-आउहघरसालाओ पडिनिक्खमित्ता दाहिणपच्चत्थिमं दिसिं वरदामतित्थाभिमुहे पयाए यावि होत्यत्ति ।
ततश्चमपरिवृत-श्चक्रवर्त्यपि पूर्ववत् । अनुगच्छति तच्चक्र-मिवांगी कर्मणां फलं ॥८४॥ वर्द्धमानचम पै-विजित्य स्वीकृतैः पथि । दुर्वारप्रसरः प्रौढ-प्रवाह इव सैंधवः ॥८५॥ प्रयाणकानि कतिचिद्-गत्वा नैर्ऋतसंमुखं । ततोऽपाचीमनुसरन् वरदामं प्रयाति सः ॥८६॥ वरदामांतिके प्राग्वत् स्कंधावारं निवेश्य सः । साधयेद्वरदामेशं देवं मागधदेववत् ॥८७॥ वरदामाधिपस्याथ संपूर्णेऽष्टाहिकोत्सवे । जेतुं प्रभासतीर्थेशं चक्रं चरति पूर्ववत् ॥८८।। स्थितं शुद्धप्रतीच्यां त-द्वायव्यविदिगध्वना । चक्र प्रवर्त्तते गंतुं प्रत्यक् च वलते पुरः ॥८९॥
કહ્યું છે કે–આયુધશાળામાંથી નીકળીને દક્ષિણ-પશ્ચિમ દિશાએ એટેલે મૈત્રત્ય ખૂણા તરફ વરદામ તીર્થની સન્મુખ ચક્ર પ્રયાણ કરે.”
ત્યાર પછી ચક્રવર્તી પણ પ્રથમની જેમજેમ કર્મના ફળ પ્રાણી પાછળ જાય–તેમ તેનાથી પરિવરેલા ચક્રી, ચક્રની પાછળ ચાલે. ૮૪.
સમુદ્રના પ્રૌઢ પ્રવાહની જેમ, દુર્વાર પ્રસારવાળા ચકી, માર્ગમાં આવતા રાજાઓને જીતી, તેમનો સ્વીકાર કરી લશ્કરમાં વધારો કરતા ચાલે. ૮૫.
નૈઋત્યદિશા સન્મુખ કેટલાક પ્રયાણ કરીને પછી દક્ષિણદિશા તરફ વરદામ તીર્થની સામે ચાલે. ૮૬.
પછી પ્રથમની જેમ વરદામ તીર્થની પાસે લશ્કરનો પડાવ કરીને માગધદેવની જેમ વરદામ તીર્થના સ્વામી વરદામદેવને પણ જીતે. ૮૭.
વરદામપતિ સંબંધી અષ્ટાદ્વિકોત્સવ પૂર્ણ થયા પછી પ્રભાસ તીર્થના સ્વામીને જીતવા માટે ચક્ર, પ્રથમની જેમ તે તરફ પ્રયાણ કરે. ૮૮.
પ્રથમ વાયવ્ય દિશાને માર્ગે ચાલીને પછી શુદ્ધ પશ્ચિમ દિશામાં રહેલા પ્રભાસતીર્થની તરફ એટલે પશ્ચિમ દિશાની સામે ચક્ર ચાલે. ૮૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org