________________
૪૨૮
કાલલોક-સર્ગ ૩૧ अथ चक्री तदादाय प्राभृतं प्रीतमानसः । सत्कृत्य बहुमानेन मागधेशं विसर्जयेत् ॥७८॥ सर्वेषामपि तीर्थानां ये चाधिष्ठायकाः सुराः ।
जात्या नागकुमारास्ते चक्रिवश्या महर्द्धिकाः ॥७९॥ तथोक्तं जंबू० प्र० सूत्रवृत्तो-कुमारपदवाच्यत्वं चास्य नागकुमारजातीयत्वादिति ।
ततो रथं परावर्त्य स्वमावासममुपेत्यसौ । वाद्यमानजयातोद्य-स्त्रिजगत्प्रसरद्यशाः ॥८॥ ततः स्नात्वा जिनार्चाश्चा-र्चयित्वा कृतपारणः । प्रकृतीः प्राग्वदाहूया-दिशत्यष्टाहिकोत्सवं ॥८॥ ततो मागधदेवस्य संपूर्णेऽष्टाहिकोत्सवे । जाग्रज्ज्योतिर्जगज्जैत्रं चक्ररत्नं प्रतिष्ठते ॥८२॥ वरदामाभिधं तीर्थं शुद्धदक्षिणदिस्थितं । याति साधयितुं चक्रं पथा नैर्ऋतगामिना ॥८३।।
પછી ચક્રી તેનું ભટણું સ્વીકારીને પ્રીતિયુક્ત મનવાળા થઈને તે માગધેશનો બહુમાનપૂર્વક, સત્કાર કરી તેને વિસર્જન કરે. ૭૮.
માગધાદિ સર્વ તીર્થોના અધિષ્ઠાયક દેવો, નાગકુમાર નિકાયના મહર્દિક દેવો હોય છે. અને તે સર્વ ચક્રવર્તીને વશ થાય છે. ૭૯.
શ્રી જંબૂઢીપપ્રજ્ઞપ્તિસૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે– તે નાગકુમારની જાતિના હોવાથી કુમાર તરીકે ઓળખાય છે.
હવે ચક્રી રથને પાછો વાળીને વાગતા એવા જયવાજિંત્રો વડે ત્રણ જગતમાં યશનો ફેલાવો કરતાં પોતાના આવાસમાં આવે. ૮૦.
પછી સ્નાન કરી, જિનપૂજાદિ કરીને પારણું કરે અને પોતાના પ્રધાન) વર્ગને બોલાવીને પ્રથમની જેમ અષ્ટાક્ષિકોત્સવ કરવાની આજ્ઞા કરે. ૮૧.
માગધદેવ સંબંધી અષ્ટાલિકોત્સવ પૂર્ણ થાય એટલે જાગૃત જ્યોતિવાળું અને જગતને જીતવાની શક્તિવાળું ચક્રરત્ન આગળ ચાલે. ૮૨.
પછી નૈઋત્ય દિશા તરફના માર્ગે દક્ષિણદિશામાં રહેલા વરદામ તીર્થને સાધવા માટે ચક્રરત્ન ચાલે. ૮૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org