________________
29
ચક્રરત્નની ઉત્પત્તિ અંગે
इदं प्रायोऽस्त्रशालायां स्यादन्यत्रापि कस्यचित् । यथाभवत्सुभूमस्य स्थालमेव तदात्मकं ॥३०॥ ततश्चायुधशालाया अध्यक्षो मुदिताशयः । चक्ररत्नं नमस्कृत्य निवेदयति भूपतेः ॥३१॥ तदाकर्ण्य प्रमुदित-स्तदाशाभिमुखं नृपः ।। पदान्युपेत्य सप्ताष्टौ चक्ररत्नं नमस्यति ॥३२॥ प्रीतिदाने मौलिवर्जं दत्ते सर्वांगभूषणं । वित्तं चास्मै जीविका/ सत्काराहाँशुकादि च ॥३३॥ તત: નત્વિા સર્વર્યા-ઈંદ્રવ્યઃ સપરિછક | उपेत्यायुधशालायां विधिना चक्रमर्चति ॥३४॥ ततः सोऽष्टादश श्रेणी-राहूयेत्यादिशेत्पुरे । महिम्ने चक्ररत्नस्य कुरुताष्टाहिकोत्सवं ॥३५॥ अर्हत्पितृकृतो योऽर्ह-ज्जन्मन्युक्तो महोत्सवः ।
यथार्हं सोऽनुसंधेय इहाप्यष्टाहिकोत्सवे ॥३६॥ આ ચક્ર પ્રાયઃ અસ્ત્રશાળામાં જ ઉત્પન્ન થાય છે. કોઈને અન્યત્ર પણ થાય છે, જેમ સુભૂમચક્રવર્તીની આંગળી ઉપર ફરતો થાળ ચક્રરૂપ બની ગયો હતો. ૩૦.
તે વખતે આયુધશાળાનો અધિકારી ખુશ થઈને ચક્રવર્તી પાસે જઈ, નમસ્કાર કરીને, ચક્રરત્ન ઉત્પન્ન થયાનું નિવેદન કરે છે. ૩૧.
તેની વાત સાંભળીને હર્ષ પામેલ રાજા, તે દિશાની સન્મુખ સાત-આઠ પગલાં જઈને ચક્રરત્નને નમસ્કાર કરે છે. ૩૨.
પછી રાજા, પ્રીતિદાનમાં મુકુટ વિનાના બીજા બધા આભૂષણો તેને આપે છે અને જીવિતપર્વતની આજીવિકાને યોગ્ય દ્રવ્ય આપે છે, તેમજ સકારને યોગ્ય અન્ય વસ્ત્રાદિ આપે છે. ૩૩.
ત્યાર પછી રાજા સ્નાન કરીને પૂજાને યોગ્ય સર્વ દ્રવ્યો લઈ, પરિવારસહિત આયુધશાળામાં આવે છે અને વિધિપૂર્વક ચક્રની પૂજા કરે છે. ૩૪.
પછી અઢાર શ્રેણિઓને બોલાવીને હુકમ કરે છે કે-“આખા નગરમાં ચક્રરત્નનો મહિમા કરવા માટે અષ્ટાલિકા મહોત્સવ કરો.' ૩૫.
અરિહંતના જન્મ વખતે અરિહંતના પિતા જેવો મહોત્સવ કરે છે, જેની હકીકત પૂર્વે કહેલી છે તે પ્રમાણેનો અષ્ટાલિકોત્સવ અહીં પણ યથાયોગ્ય રીતે જાણી લેવો. ૩૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org