________________
૪૨૦
કાલલોક-સર્ગ ૩૧
कलासु कृतको च ८ शुभ्रराजकुलोद्भवः ९ । वृद्धानुग १० स्त्रिशक्तिश्च ११ प्रजारागी १२ प्रजागुरुः १३ ॥२४॥ समर्थनः पुमर्थानां त्रयाणां सममात्रया १४ । कोशवान् १५ सत्यसंधश्च १६ चरम् १७ दूरमंत्रा१८ ॥२५॥ आसिद्धि कर्मोद्योगी च १९ प्रवीणः शस्त्र २० शास्त्रयोः २॥ निग्रहा २२ नुग्रहपरो २३ निर्लंचं दुष्टशिष्टयोः ॥२६॥ उपायार्जितराज्यश्री २४-र्दानशौंडो २५ ध्रुवं जयी २६ । न्यायप्रियो २७ न्यायवेत्ता २८ व्यसनानां व्यपासकः २९ ॥२७॥ अवार्यवीर्यो ३० गाभी? ३१-दार्य ३२ चातुर्य ३३ भूषितः ।
प्रणामावधिकक्रोधः ३४ तात्त्विकः ३५ सात्त्विको ३६ नृपः ॥२८॥ तथा च सूत्रं-'छत्तीसाहि य पत्यिवगुणेहिं संजुत्ते' इति ।
एवं गच्छति कालेऽस्य प्रादुर्भवति कर्हिचित् । चक्रमायुधशालायां प्राच्यं पुण्यमिवांगभृत् ॥२९॥
રાજાના છત્રીશ ગુણો આ પ્રમાણે કહ્યા છે–૧ ખામીરહિત, રે લક્ષણોથી પૂર્ણ, ૩ રૂપસંપત્તિયુક્ત શરીરવાળા, ૪ મદવિનાના, ૫ જગતમાં પરાક્રમી ગણાય તેવા, ૬ યશસ્વી, ૭ કૃપાળુ &યવાળા, ૮ સર્વ કળા અને કર્મોને જાણનારા (કળાઓમાં નિપુણ), ૯ શુદ્ધ રાજકુળમાં ઉત્પન્ન થયેલા, ૧૦ વૃદ્ધના અનુયાયી, ૧૧ ત્રણ પ્રકારની (પ્રભુ, મંત્ર અને ઉત્સાહ નામની) શક્તિવાળા, ૧૨ પ્રજા પર રાગી, ૧૩ પ્રજાના ગુરુ (પિતાતુલ્ય), ૧૪ સભાનપણે ત્રણે પુરુષાર્થને સાધનારા, ૧૫ ભંડારથી ભરપૂર, ૧૬ સત્યપ્રતિજ્ઞાવાળા, ૧૭ ચર પુરુષોરૂપ દૃષ્ટિવાળા, ૧૮ લાંબો વિચાર કરવાવાળા, ૧૯ કાર્યની સિદ્ધિ થાય ત્યાં સુધી ઉદ્યમ કરનારા, ૨૦ શસ્ત્રમાં પ્રવીણ, ૨૧ શાસ્ત્રમાં પ્રવીણ, ૨૨-૨૩ દુષ્ટ અને શિષ્ટ જનોનો નિષ્પક્ષપાતપણે નિગ્રહ–અનુગ્રહ કરવામાં તત્પર, ૨૪ સામ, દામ, દંડ અને ભેદ ઉપાય વડે ઉપાર્જન કરેલ રાજલક્ષ્મીવાળા, ૨૫ દાનવીર, ૨૬ નિશ્ચયે જય મેળવનાર, ૨૭ ન્યાયપ્રિય, ૨૮ ન્યાયવેત્તા, ૨૯ વ્યસનોને તજી દેનાર, ૩૦ અત્યંત પરાક્રમી, ૩૧ ગાંભીર્ય, ૩ર ઔદાર્ય, ૩૩ ચાતુર્યથી ભૂષિત, ૩૪ પ્રણામપર્યત જ ક્રોધ રાખનારા તેમજ ૩૫-૩૬ તાત્ત્વિક ને સાત્ત્વિક. ૨૩૨૮.
આ સંબંધમાં સૂત્રમાં કહ્યું છે કે-છત્રીસ રાજગુણોથી સંયુક્ત ઇતિ.
આ પ્રમાણે સુખપૂર્વક કાળ પસાર થઈ રહ્યો છે. ત્યારે અન્યદા તેની આયુધશાળામાં પૂર્વભવનાં મૂર્તિમંત પુણ્ય જેવું ચક્રરત્ન ઉત્પન્ન થાય છે. ૨૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org