SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૭ વ્રતનાં ભાંગા षोढा पूर्वोक्तषड्भंग्या स्यादेकैकमणुव्रतं । त्रिंशद्भिदोऽथ द्वात्रिंश-त्ससम्यक्त्वोत्तरव्रताः ॥८१३।। તથી - त्रिका द्विका एकका ये प्रत्येकं ते त्रयस्त्रयः । स्थाप्यते किल पंक्त्योर्ध्वं करणादित्रयांककाः ॥८१४॥ एषां नवानामंकाना-मधः पंक्त्या क्रमाल्लिखेत् । मनोवाक्कायसूचायै त्रिशस्त्रिकद्विकैककान् ॥८१५॥ आद्यो भंगोऽत्र सावद्यं न कुर्वे कारयामि न । नानुजानामि मनसा वचसा वपुषापि च ॥८१६।। एवमन्येऽपि भंगका भाव्याः, प्रज्ञप्त्याधुदिता मूल-भंगा नव भवंत्यमी । __ एषामेकोनपंचाश-द्भवंत्युत्तरभंगकाः ॥८१७॥ तथाहि - त्रिभिर्मनो १ वचः २ कायै ३-स्त्रयो भेदा भवंत्यथ । मनोवाग्भ्यां भवेत्तुर्यो ४ मनोंगाभ्यां च पंचमः ५ ॥८१८॥ પૂર્વે કહ્યા પ્રમાણે છે ભંગ, એક–એક અણુવ્રત આશ્રયી હોવાથી પાંચ અણુવ્રતના ત્રીશ ભંગ થાય છે, તેમાં સમ્યક્ત અને ઉત્તરગુણરૂપ બે ભેદ ઉમેરવાથી ૩૨ ભેદ થાય છે. ૮૧૩. તથા એક પંક્તિમાં ઉપર ત્રણ તગડા, ત્રણ બગડા ને ત્રણ એકડા સ્થાપન કરીએ, એ રીતે ત્રણ કરણ આશ્રયીને નવ અંક થાય. ૮૧૪. એ નવ અંકની નીચે અનુક્રમે મન, વચન, કાયાને સૂચવનાર ત્રણ તગડા, ત્રણ બગડા ને ત્રણ એકડા લખવા. ૮૧૫. એટલે પહેલો ભંગ મન, વચન, કાયાવડે કરું નહીં, કરાવું નહીં ને અનુમોદું નહીં—એવો થયો. ૮૧૬. ૩ ૩ ૬ ૨ ૨ ૨ ૧ ૧ ૧ આ પ્રમાણે બીજા ભંગો માટે પણ ભાવના કરવી. -------- પ્રજ્ઞપ્તિ વિગેરમાં કહેલા ત્રણ કરણ, ત્રણ યોગવડે મૂળ નવ ભંગના ૪૯ ઉત્તરભંગ આ રીતે થાય છે. ૮૧૭. ૧ મનવડે, ૨ વચનવડે, ૩ કાયાવડે, ૪ મનવચનવડે, ૫ મનકાયાવડે, ૬ વચનકાયાવડે, ૭ મનવચનકાયાવડે. આ પ્રમાણે સાત ભેદ થાય છે. પછી તે દરેકના કરણ વડે સાત સાત ભેદ કરવા તે આ પ્રમાણે–૧ કરણ, ૨ કરાવણ, ૩ અનુમતિ, ૪ કરણ-કરાવણ, ૫ કરણ-અનુમોદન, ૬ કરાવણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy