________________
૩૬૬
કાલલોક-સર્ગ ૩૦
कश्चित्प्रक्षीणमिथ्यात्वः सम्यक्त्वं प्रतिपद्यते । अर्हगिरामवंध्यत्वा-दसंख्यत्वाच्च नाकिनां ॥७४२।। तत्र ये सर्वविरतिं प्रपद्यते नराः स्त्रियः । प्रव्राजयति तान्नाथः शिक्षयन् सकलं विधिं ॥७४३॥ गंतव्यमेवं स्थातव्यं भोक्तव्यं विधिनामुना । वक्तव्यं भाषयैवं च यथा धर्मो न सीदति ॥७४४॥ याश्च चारित्रपुत्रस्य मातरोऽष्टौ भवंत्यमूः । सम्यगाराधनीयास्ता मोक्षाकांक्षिमुमुक्षुभिः ॥७४५॥ युगमात्रावलोकिन्या दृष्ट्या सूर्यांशुभासितं । विलोक्य मार्ग गंतव्य-मितीर्यासमितिर्भवेत् ॥७४६।। हितं यत्सर्वजीवानां निरवद्यं मितं वचः ।
तद्धर्महेतोर्वक्तव्यं भाषासमितिरित्यसौ ॥७४७।। तदुक्तं - सत्यं ब्रूयात्प्रियं ब्रूया-न्न ब्रूयात्सत्यमप्रियं ।
प्रियं च नानृतं ब्रूया-देष धर्मः सनातनः ॥७४८॥
કારણ કે–અરિહંતની વાણી અવંધ્ય હોવાથી અને દેવો અસંખ્ય હોવાથી (ભગવંતની વાણી વડે) કોઈ, જેનું મિથ્યાત્વ નાશ પામેલું છે,એવો દેવ ફરીને સમ્યક્ત પામે છે. ૭૪૨.
તેમાં જે પુરુષો અને સ્ત્રીઓ સર્વવિરતિને અંગીકાર કરે છે, તેઓને ભગવાન ચારિત્ર સંબંધી વિધિને શીખાડે છે. ૭૪૩. - તે વિધિ કહે છે.-આ પ્રમાણે ચાલવું, આ પ્રમાણે ઊભા રહેવું, આ વિધિએ આહાર કરવો, આવી ભાષાવડે બોલવું કે જેથી ધર્મ સીદાય નહીં. ૭૪૪.
તથા ચારિત્રપુત્રની જે આઠમાતાઓ છે, તેને મોક્ષાકાંક્ષી મનુષ્યોએ સમ્ય પ્રકારે આરાધવી. ૭૪૫.
તે આઠ માતાઓ આ પ્રમાણે–સૂર્યના કિરણો વડે પ્રકાશિત માર્ગને યુગમાત્ર ચાર હાથ) પ્રમાણ દૃષ્ટિવડે જોઈને ચાલવું–તે ઈર્યાસમિતિ છે. ૭૪૬.
સર્વ જીવોને હિતકારી, નિરવ અને મિત–પ્રમાણોપેત, જે વચન હોય, તે ધર્મ માટે જ બોલવું–તે ભાષાસમિતિ છે. ૭૪૭.
કહ્યું છે કે–“સત્ય બોલવું, પ્રિય બોલવું, અપ્રિય એવું સત્ય ન બોલવું, તેમ જ પ્રિય એવું અસત્ય ન બોલવું–આ સનાતન ધર્મ છે.' ૭૪૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org