________________
સામાયિકનું સ્વરૂપ
सामायिकस्वरूपं चैवमाहुः
सावज्जजोगविरओ तिगुत्तो छ संजओ । उवत्तो जयमाणो आया सामाइयं होइ ॥ ७३६ ॥ तथा जो समोसव्वभूएसु तसेसु थावरेसु य । तस्स सामाइयं होइ इइ केवलिभासिअं ॥७३७॥ सामायिकानि चत्वारि त्रीणि द्वे एवमेव वा । निश्चयात्प्रतिपद्यंते नरतिर्यक्सुधाशिषु ॥७३८॥ चत्वारि प्रतिपद्यते नरा एवादितस्त्रयं । तिर्यंचस्त्वमराश्च द्वे अंतिमासंभवात्क्रमात् ॥ ७३९।। पूर्वं प्रपन्नसम्यक्त्वो देशत सर्वतोऽथवा । विरतिं चेल्लभेत स्या- त्तदा होकाप्तिसंभवः ॥७४० ॥ सामायिकस्य कस्यापि प्रतिपत्ता भवेन्न चेत् । नृषु तिर्यक्षु वा कश्चित्तदावश्यं सुधाशिषु ॥७४१||
અને ૪ સર્વવિરતિસામાયિક. ૭૩૫.
સામાયિકનું સ્વરૂપ આ પ્રમાણે કહ્યું છે, સાવદ્ય યોગથી વિરત, ત્રણ ગુપ્તિએ ગુપ્ત, ષટ્ કાયમાં અથવા પાંચ ઈંદ્રિય અને મન એ છમાં સંયત અને ઉપયોગપૂર્વક જયણા સાથે પ્રવૃત્તિ કરતો આત્મા જ સામાયિક થાય છે. ૭૩.
૩૫
જે ત્રસ અને સ્થાવર સર્વ જીવોમાં સમાન ભાવવાળા છે, તેને સામાયિક હોય છે—એમ કેવલી ભગવંતોએ કહ્યું છે. ૭૩૭.
ઉપર કહેલા ચાર પ્રકારના સામાયિકમાંથી ચાર, ત્રણ, બે અને એક નિશ્ચયથી મનુષ્ય તિર્યંચ ને દેવગતિમાં પામી શકાય છે. ૭૩૮.
મનુષ્ય ચારે સામાયિક પ્રાપ્ત કરે છે. પ્રથમના ત્રણ સામાયિક તિર્યંચો પ્રાપ્ત કરે છે અને દેવો (ઉપલક્ષણથી નારકી જીવો) પ્રથમના બે પ્રાપ્ત કરે છે. અનુક્રમે પાછલાનો તેમાં અસંભવ છે. ૭૩૯.
Jain Education International
પૂર્વભવમાં જેણે સમ્યકત્વ પ્રાપ્ત કર્યું છે, એવો જીવ આ ભવમાં સર્વવિરતિ કે દેશવિરતિ પ્રાપ્ત કરે, ત્યારે એક સામાયિક પ્રાપ્ત કરે એમ સમજવું. ૭૪૦.
જો કોઈ પણ સામાયિકનો સ્વીકારનાર મનુષ્યમાં કે તિર્યંચમાં (પ્રભુની દેશનાવડે) કોઈ પણ ન હોય, તો દેવગતિમાં તો જરૂર સ્વીકારનાર હોય. ૭૪૧.
For Private & Personal Use Only
www.jainelibrary.org