SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ ૩પ૭ વાણીના ૩૫ ગુણ चित्रकृत्त्व २७ मद्भुतत्वं २८ तथानतिविलंबिता २९ । अनेकजातिवैचित्र्य ३० मारोपितविशेषता ३१ ॥६८७ ॥ सत्त्वप्रधानता ३२ वर्ण-पदवाक्यविविक्तता ३३ । अव्युच्छित्ति ३४ रखेदित्वं ३५ पंचत्रिंशच्च वाग्गुणाः ॥६८८॥ ને વાક્યની સ્પષ્ટતાવાળી, ૩૪ સંબંધના ઉચ્છેદ વિનાની, ૩૫ સાંભળતાં ખેદ ન ઉપજે તેવી-આ ૩પ વાણીના ગુણ છે.૧ ૬૮૨-૬૮૮. ૧. આ નીચેની હકીકત શ્રીપાળરાસના અર્થમાંથી ગ્રહણ કરી છે. તેથી ઉપરના મૂળ ગ્રંથના પદોનો જે અનુક્રમ છે, તે અનુક્રમ પ્રમાણે આ અર્થનો અનુક્રમ નથી. આગળ-પાછળ આવેલ છે. આ ૩૫ વાણીના ગુણ ભાષામાં નીચે પ્રમાણે કહ્યા છે – ૧ જે જગ્યાએ જૈ ભાષાનો પ્રચાર હોય ત્યાં તે ભાષામિશ્ર અર્ધમાગધી ભાષા બોલે. ૨ એક યોજન પ્રમાણ સમવસરણમાં સહજ રીતે સંભળાય તેમ ઉચ્ચસ્વરે બોલે. ૩ ગામડીઆ ભાષા કે તોછડી ભાષા વિના બોલે. ૪ મેઘની ગર્જના સમાન ગંભીર વાણીથી બોલે. ૫ સાંભળનારને પડછંદાસહ વચનરચનાના છુટા છુટા બોલો સંભળાય ને સારી રીતે સમજાય તે રીતે બોલે. ૬ સાંભળનારને સંતોષ ઉપજે તેવી સરળ ભાષામાં બોલે. ૭ સાંભળનાર પોતપોતાના દયમાં એવું સમજે કે પ્રભુ મને ઉદેશીને જ દેશના આપે છે. એવી છટાથી બોલે. ૮ વિસ્તાર સહિત અર્થની પુષ્ટિયુક્ત બોલે. ૯ આગળ પાછળના સંબંધમાં વાંધો ન આવે તેવા એકસરખા પ્રબંધની રચનાયુક્ત બોલે. ૧૦ મોટા પુરુષને છાજે તેવા પ્રશંસનીય વાકયો બોલે તેમ જ અપ્રતિહત સિદ્ધાંતો પ્રકાશે. ૧૧ સાંભળનારને શંકા ન પડે તેવી સ્પષ્ટ વાણી બોલે. ૧૨ કોઈપણ દૂષણ લાગુ થઈ ન શકે તેવું નિર્દૂષણ વ્યાખ્યાન કરે. ૧૩ કઠિન અને સૂક્ષ્મ વિચારવાળા વિષયોને પણ સાંભળનાર તરત સમજી શકે, એવી સરલ ભાષામાં પ્રકાશે. ૧૪ જે જગ્યાએ જેવું દૃષ્ટાંત કે સિદ્ધાંત યોગ્ય ને રુચિકર લાગે તેવું જ પ્રરૂપે. ૧૫ ષડ્રદ્રવ્ય ને નવતત્ત્વની પરિરૂપ અપેક્ષા સહિત બોલે. ૧૬ સંબંધ, પ્રયોજન ને અધિકારવાળું વાક્ય બોલે. ૧૭ પદરચનાની અપેક્ષાયુક્ત બોલે. ૧૮ પદ્રવ્ય ને નવતત્ત્વનું સ્વરૂપ ચાતુર્ય સાથે સમજાવે. ૧૯ સ્નિગ્ધ ને માધુર્યતા સહિત ઘી ગોળ કરતાં પણ વધારે સ્વાદિષ્ટ લાગે તેવી વાણી વાપરે. ૨૦ પરના મર્મ ન ખુલે તેવી ચતુરાઈથી બોલે. ૨૧ ધર્મ અર્થ પ્રતિબદ્ધ બોલે. ૨૨ દીપકના પ્રકાશતુલ્ય પ્રકાશવંત અર્થ પ્રકાશે. ૨૩ પરનિંદા ને આત્મપ્રશંસા રહિત વાણી બોલે. ૨૪ ઉપદેશ દેનાર સર્વગુણસંપન્ન છે, એવી પ્રતીતિ થાય તેવાં પ્રમાણિક વાકય બોલે. ૨૫ કર્તા-કર્મ-ક્રિયા-લિંગ-કારક-કાળ અને વિભક્તિયુક્ત બોલે. ૨૬ શ્રોતાને આશ્ચર્ય ઉત્પન્ન થાય ને હર્ષ વધે તેવું બોલે. ૨૭ ઘણી ઘીરજથી વર્ણન કરી બતાવે. ૨૮ અવિચ્છિન્ન મેઘધારા સમાન ચાલુ પ્રવાહ યુક્ત બોલે. ૨૯ બ્રાંતિ ઉપજવા ન પામે, તેવું નિશ્ચંત વચન બોલે. ૩૦ દેવ, મનુષ્ય અને પશુ-પક્ષી વિગેરે પોતપોતાની ભાષામાં સમજી શકે તેવી ભાષામાં બોલે. ૩૧ શિષ્યગણનો બુદ્ધિગુણ વધે તેવી વાણી બોલે. ૩૨ પદના અર્થને અનેક રીતે આરોપણ કરીને બોલે. ૩૩ સાહસિકપણે બોલે. ૩૪ પુનરુક્તિ રહિત બોલે અને ૩૫ કોઈનું મન કિંચિત્ પણ ન દુભાય તેવી રીતે બોલે ઇતિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy