________________
330
કાલલોક-સર્ગ ૩૦ चत्वार्यालंबनानि स्युः शुक्लध्यानस्य च क्रमात् । कषायाणां क्षयात् क्षांति-माईवार्जवमुक्तयः ॥५१२।। आत्मनोऽनंतवर्तित्वा-नुप्रेक्षा प्रथमा भवेत् १ । तथा विपरिणामानु-प्रेक्षा प्रोक्ता द्वितीयिका २ ॥ ५१३।। अनुप्रेक्षाऽशुभत्वस्या ३ पायानां ४ चेति नामतः । शुक्लध्याने चतस्त्रोऽनु-प्रेक्षाः प्रेक्षाश्रयैः स्मृताः ॥५१४॥ अनंतकालं भ्रमतो जीवस्य भवसागरे ।
भावनानंतवर्त्तित्वा-नुप्रेक्षा परिकीर्त्तिता ॥५१५॥ सा चैवं- एसो अणाइनिहणे संसारे सागरुन दुत्तारे ।
नारयतिरिअनरामर-भवेसु परिहिंडए जीवो ॥५१६॥ विविधा ये परीणामा वस्तूनां तद्विभावना ।
भवेद्विपरिणामानु-प्रेक्षा प्रेक्षावतां प्रिया ॥५१७॥ तथाहि - सव्वट्ठाणाई असासयाई इह चेव देवलोगे य ।
सुरअसुरनराईणं रिद्धिविसेसा सुहाइं च ॥५१८॥
શુક્લધ્યાનના ચાર આલંબનો કહ્યા છે. ચાર કષાયોના ક્ષયથી ઉત્પન્ન થતા ક્ષતિ, માર્દવ, આર્જવ અને મુક્તિ (નિર્લોભતા) એ ચાર શુક્લધ્યાનના આલંબન કહ્યા છે. ૫૧૨.
આત્માના અનંતવર્તિપણાની અનુપ્રેક્ષા તે પ્રથમ, વિપરણિામની અનુપ્રેક્ષા તે બીજી, અશુભત્વની અનુપ્રેક્ષા તે ત્રીજી અને અપાયની અનુપ્રેક્ષા તે ચોથી–આ ચાર પ્રકારની અનુપ્રેક્ષા જ્ઞાનીઓએ શુક્લધ્યાનની 3डी छ. ५१३-५१४.
આ જીવ ભવસાગરમાં અનંતકાળથી ભમે છે એવી જે વિચારણા તે અનંતવર્તિત્વ અનુપ્રેક્ષા કહી छ. ५१५.
તે ભાવના આ પ્રમાણે- “આ અનાદિઅનંત અને સમુદ્રની જેવા દુસ્તર સંસારમાં નારક, તિર્યચ, નર અને અમરના ભવમાં આ જીવ ભમ્યા કરે છે.” ૫૧૬.
વસ્તુઓના જે વિવિધ પરિણામો તેની જે જ્ઞાનીઓને પ્રિય વિચારણા તે બીજી વિપરિણામ અનુપ્રેક્ષા ही छ. ५१७.
તે આ પ્રમાણે-“અહીં તેમ જ દેવલોકમાં સુર, અસુર અને મુનષ્યોની ઋદ્ધિ વિશેષ અને સુખો વિગેરે સર્વ પદાર્થો અશાશ્વતા છે. પ૧૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org