________________
૩૨૮
કાલલોક-સર્ગ ૩૦ तच्च निर्वाणगमन-काले केवलिनो भवेत् ।
रुद्धवाञ्चित्तयोगस्य वपुर्योगार्द्धरोधिनः ॥४९८॥ उक्तं च -निव्वाणगमणकाले केवलिणो दरनिरुद्धजोगस्स ।
सुहुमकिरियानियट्टी तइयं तणुकायकिरियस्स ॥४९९।। समुच्छिन्नाः क्रियाः कायि-क्याद्या योगनिरोधतः । यस्मिन् यच्चाप्रतिपाति तच्छुक्लध्यानमंतिमं ।।५००॥ इदं त्ववस्थां शैलेशी प्राप्तस्याखिलवेदिनः । निरुद्धाशेषयोगस्य शुक्लं परममीरितं ॥५०१।। सिद्धत्वेऽपि हि संप्राप्ते भवत्येतदवस्थितं । न तु न्यूनाधिकं तेना-प्रतिपातीदमुच्यते ॥५०२॥ इयं हि परमा कोटिः शुक्लध्यानस्य निश्चिता ।
अतः परं तन्नास्तीति परमं शुक्लमुच्यते ॥५०३॥ तथोक्तं - तस्सेव य सेलेसीं गयस्स सेलव्व निप्पकंपस्स ।
वोच्छिन्नकिरियमप्पडिवाइ झाणं परमसुक्कं ॥५०४॥ આ ધ્યાન નિર્વાણગમન કાળે કેવળીઓને હોય છે, કે જેમણે વાગ્યોગ ને મનયોગ પૂરા રોકયા હોય છે અને કાયયોગ અર્ધ રોકેલો (રૂંધેલો) હોય છે. (બાદર-કાયયોગ રૂંધ્યો હોય છે, સૂક્ષ્મ કાયયોગમાં વર્તતા હોય છે.) ૪૯૮.
કહ્યું છે, કે –નિર્વાણગમનકાળે અર્ઘકાયયોગ જેણે રૂંધ્યો હોય છે, એવા સૂક્ષ્મકાયની ક્રિયાવાળા કેવળીને સૂક્ષ્મક્રિયાઅનિવર્તિ નામનું ત્રીજું શુક્લધ્યાન હોય છે. ૪૯૯.
જે ધ્યાનમાં યોગનિરોધવડેકાયિકી વિગેરે ક્રિયા જેમની સંપૂર્ણ અટકી ગઈ હોય છે અને જે અપ્રતિપાતિ હોય છે, તે ચોથું સમુચ્છિન્નક્રિયાઅપ્રતિપાતિ નામનું શુક્લધ્યાન કહેવાય છે. ૫OO.
આ શુક્લધ્યાન શૈલેષી અવસ્થાને પ્રાપ્ત થયેલા અને સમસ્ત યોગના નિરોધક એવા કેવળીને હોય છે. ૫૦૧.
સિદ્ધત્વ પામ્યા બાદ પણ આ ધ્યાન સ્થિર જ રહે છે-ન્યૂનાધિક થતું નથી તેથી આ ધ્યાનને અપ્રતિપાતિ કહેલ છે. ૫૦૨.
આ શુક્લધ્યાનની નિશ્ચિત પરમ (ઉત્કૃષ્ટ) કોટિ છે, આથી અધિક કાંઈ પણ નથી તેથી આને પરમ શુક્લ કહે છે. ૫૦૩.
કહ્યું છે, કે–પર્વત જેવા સ્થિર તથા શૈલેષી અવસ્થાને પ્રાપ્ત થયેલા એવા મહાત્માને બુચ્છિન્નક્રિયઅપ્રતિપાતિ નામનું પરમ શુક્લધ્યાન હોય છે. ૫૦૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org