________________
૩૨૦
કાલલોક-સર્ગ ૩૦
तथाहुः - देविंदचक्कवट्टित्तणाइ गुणरिद्धिपत्यणामइयं ।
अहमं नियाणचिंत्तण-मन्नाणाणुगयमच्चत्तं ति ॥४४३।। क्रंदनं शोचनं चाश्रुमोचनं परिदेवनं ।
आर्तध्यानस्य चत्वारि लक्षणान्याहुरार्हताः ॥४४४।। तत्र - क्रंदनं स्याद्विरवणं शोचनं दीनता मता ।
स्पष्टं तृतीयं तक्लिष्टवाक्याढ्यं परिदेवनं ॥४४५॥ आत्मवर्तित्वादलक्ष्यमप्येभिलक्षणैरदः ।। लक्ष्यते इत्यमून्याहु-र्लक्षणान्यस्य धीधनाः ॥४४६॥ हिंसामृषाद्यतिक्रूरा-ध्यवसायात्मकं भवेत् । परप्रद्वेषजं रौद्र-ध्यानं तच्च चतुर्विधं ॥४४७।। हिंसा १ मृषा २ स्तैन्य ३ संरक्षणा ४ नुबंधिभेदतः । तत्राद्यं प्राणीनां दाह-वधबंधादिचिंतनं ॥४४८॥ पैशून्यासभ्यवितथ-वचसां परिचिंतनं ।
अन्येषां द्रोहबुद्ध्या य-न्मृषावादानुबंधि तत् ॥४४९।। કહ્યું છે કે દેવેંદ્ર કે ચક્રવર્તી વિગેરેની ગુણ ઋદ્ધિની પ્રાર્થનારૂપ અધમ નિયાણાને અજ્ઞાનથી ચિંતવવું તે ચોથું આર્તધ્યાન છે. ૪૪૩.
આ આર્તધ્યાનના કંદન, શોચન, અશ્રુમોચન ને પરિદેવન એ ચાર લક્ષણો અહંતોએ કહેલા છે. ૪૪૪.
તેમાં કંદન તે વિલાપ કરવો, શોચન તે દીનતા ધારણ કરવી, અશ્રુમોચન-આંસુ પાડવા તે તો સ્પષ્ટ છે અને ક્લિષ્ટ વાકયો બોલવા તે પરિદેવન સમજવું. ૪૪૫.
ધ્યાન આત્મવર્તી હોવાથી અલક્ષ્ય છે પણ આ લક્ષણો વડે તે લક્ષ્યમાં આવી શકે છે. તેથી બુદ્ધિમાનોએ આને લક્ષણો કહ્યા છે. ૪૪૬.
હવે રૌદ્ર ધ્યાનનું સ્વરૂપ કહે છે. હિંસા, મૃષાદિ અતિક્રૂર અધ્યવસાયરૂપ પરના પ્રષથી ઉત્પન્ન થયેલ રૌદ્ર ધ્યાન છે. તેના ચાર પ્રકાર છે. ૪૪૭.
હિંસાનુબંધી, મૃષાનુબંધી, સૈન્યાનુબંધી અને સંરક્ષણાનુબંધી. તેમાં પહેલું હિંસાનુબંધી ધ્યાન પ્રાણીઓને દાહ દેવો, વધ કરવો, બંધન કરવું ઈત્યાદિ ચિંતનરૂપ છે. ૪૪૮.
અન્ય ઉપરની દ્રોહબુદ્ધિવડે પૈશૂન્ય, અસભ્ય અને અસત્ય વચન બોલવા સંબંધી ચિંતન કરવું તે બીજું મૃષાવાદાનુબંધી છે. ૪૪૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org