________________
૩૧૧
પરિષહો કેવી રીતે સહન કરવા
छद्मस्थवीतरागाणा-मथैकं कर्म बध्नतां । सयोगानां केवलिनां भवस्थायोगिनामपि ॥३८६॥ एकादशोपसर्गाः स्युर्वेदयंति समं नव । न चर्याशय्ययोः शीतोष्णयोर्यत्सममुद्भवः ॥३८७॥ मोहकर्मोदयाभावा-देषामौत्सुक्यसंभवः । न जातु स्यात्ततश्चर्या-शय्ययोर्न सहोद्भवः ॥३८८॥ अमी च सम्यक् साते दक्षोक्षाभिकांक्षिभिः । रागद्वेषाकरणत-स्तस्मादुक्ताः परीषहाः ॥३८९।। प्रज्ञाप्रकर्षे नोत्कर्षं न चाल्पज्ञपराभवं । विदधीतेति सोढव्यो बुधैः प्रज्ञापरीषहः ॥३९०॥ सत्कारेऽपि कृते भक्तै- ज्यवस्त्रोत्सवादिभिः । न माद्यतीति सोढः स्या-त्सत्काराख्यः परीषहः ॥३९१।। अभ्यासेऽपि श्रुतानाप्तौ ज्ञानद्विष्टो विषण्णधीः । न स्यात्सोढव्य इत्येवमज्ञानाख्यः परीषहः ॥३९२॥
છદ્મસ્થ વીતરાગ એવા એક જ (વેદનીય) કર્મના બંધકને, સયોગી કેવળીને તેમ જ ભવસ્થ અયોગીને પણ ૧૧ પરિષદો (પ્રજ્ઞા, અજ્ઞાન અને અલાભ વિના) હોય છે અને સમકાળે નવ પરિષહને વેદે છે, કારણ કે તેમને ચર્યા ને શવ્યા તેમજ શીત ને ઉષ્ણ પરિષહ સમકાળે ઉત્પન્ન થતા નથી. ૩૮-૩૮૭.
તેમને મોહનીયકર્મનો ઉદય ન હોવાથી કદાપિ ઉત્સુક્તાનો સંભવ નથી; તેથી ચર્યા અને શવ્યા એકી સાથે ઉત્પન્ન થતા નથી. ૩૮૮.
આ પરિષહો મોક્ષના અભિકાંક્ષી એવા દક્ષ જીવો રાગદ્વેષ કર્યા વિના સમભાવે સહન કરે છે તેથી તેને પરિષદો કહ્યા છે. ૩૮૯.
પ્રજ્ઞાના પ્રકર્ષમાં અભિમાન કરવું નહીં અને અલ્પજ્ઞનો પરાભવ પણ કરવો નહીં એમ જાણીને બુધજનોએ પ્રજ્ઞાપરિષહ સહન કરવો. ૩૯૦.
ભક્તજનો, ભોજન, વસ્ત્ર તથા ઉત્સવાદિવડે સત્કાર કરે તો પણ અભિમાન કરવું નહીં. તે રીતે સત્કાર પરિષહ સહન કર્યા કહેવાય. ૩૯૧.
અભ્યાસ કરવા છતાં પણ શ્રત ન આવડે તો તેથી ઉદાસ થઈને જ્ઞાનના દ્રષી બનવું નહીં. આ રીતે અજ્ઞાન પરિષહ સહન કરવો. ૩૯૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org