SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ 305 કાલલોક-સર્ગ ૩૦ वसंत्येकमहोरात्रं ग्रामे नंगे च पंच तान् । चंदनाभ्यर्चने वास्या तक्षणे च समाशयाः ॥३५॥ मणौ मृदि रिपौ मित्रे समाश्च स्तुतिनिंदयोः । द्रव्यक्षेत्रकालभाव-प्रतिबंधविवर्जिताः ॥३५२॥ तत्र द्रव्यं सचित्तादि क्षेत्रं ग्रामगृहादिकं ॥ कालः स्यान्मासवर्षादि वो रागादिरुच्यते ॥३५३॥ एकांते च सभायां च पुरेऽरण्ये समक्रियाः । समाहिताः समितिभिर्गुप्तिभिश्च निराश्रवाः ॥३५४॥ व्योमवत्ते निरालंबा आत्मेवास्खलितस्सदा । सौम्याः शीतांशुबद्दीप्रा सहस्रकरबिंबवत् ॥३५५॥ वायुवच्चाप्रतिबंधाः शरदंभोऽमलाशयाः । पाथोनिधिवदक्षोभ्या अप्रकंप्याश्च मेरुवत् ॥३५६।। अप्रमत्ताश्च भारंड-खगवद्गजराजवत् । शौंडीराः सिंहवच्छूरा-त्मानो भुवि चरंति ते ॥३५७।। चतुर्भिः कलापकं ॥ તેઓ ગામમાં એક રાત્રિ અને શહેરમાં પાંચ રાત્રિ રહે છે. તેઓને કોઈ ચંદનવડે પૂજે કે વાંસલાવડે છેદે–તે બંને પર તેઓ સમાન આશયવાળા હોય. ૩૫૧. મણિમાં કે માટીમાં, શત્રુમાં કે મિત્રમાં, સ્તુતિમાં કે નિંદામાં સમાન હોય, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ–ભાવના प्रतिबंधारित होय. उ५२. તેમાં દ્રવ્ય તે સચિત્ત વિગેરે, ક્ષેત્ર તે ગ્રામ, ઘર, વિગેરે, કાળ તે માસ, વર્ષ વિગેરે અને ભાવ તે રાગ વિગેરે કહેવાય છે. ૩૫૩. એકાંતમાં કે સભામાં, નગરમાં કે અરણ્યમાં સમક્રિયાવાળા હોય, પાંચ સમિતિ ને ત્રણ ગુપ્તિથી આશ્રવરહિત બનીને સમાધિમાં લીન રહે છે. ૩૫૪. તેઓ આકાશની જેમ નિરાલંબી હોય, આત્માની જેમ સદા અમ્મલિત ગતિવાળા હોય, ચંદ્ર જેવા સૌમ્ય હોય, સૂર્યના બિંબ જેવા દીપ્તિમાન હોય, વાયુ જેવા અપ્રતિબંધ હોય, શરદઋતુના જળ જેવા નિર્મળ આશયવાળા હોય, સમુદ્ર જેવા અક્ષોભ્ય હોય, મેરુ જેવા નિષ્પકંપ હોય, ભારંડ પક્ષી જેવા અપ્રમત્ત હોય, ગજરાજ જેવા પરાક્રમી હોય અને સિંહની જેવા શૂરવીર તેઓ ભૂમિપર વિચરે. उ५५-34७. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy