________________
૨૯૨
કાલલોક-સર્ગ ૩૦
ध्वजैर्नानाविधैर्वस्त्रै-विराजनिखिलापणं । पदे पदे भवद्गीत-नटनर्तककौतकं ॥२५६॥ क्वचिद्भवन्मल्लयुद्धं क्वचिदारब्धरासकं । क्वचिद्विदूषकव्यास-कलाविस्मितमानवं ॥२५७।। वरत्राक्रीडिभिः कीर्णं व्याप्तं वंशानखेलकैः । कथकैश्च कथावीथी-व्याक्षिप्तमनुजव्रजं ॥२५८।। निरंतरं वाद्यमान-भंभाभेरीमृदंगकं । झल्लरीवेणुवीणादि-वाद्यैः शब्दमयीकृतं ॥२५९॥ रिक्तकारागृहं मुक्तै-स्तस्करद्विड्पादिभिः ॥ ऋणानि दत्त्वा लोकानां नि:शेषमनृणीकृतं ॥२६०॥ विवृद्धमानोन्मानादि-सानंदनिखिलप्रजं । उद्गीयमानधवल-मंगलं प्रतिमंदिरं ॥२६॥ प्रतीष्टेष्टानीयमान-रत्नाद्युत्सवढौकनं । नानासत्कारसंतुष्ट-ज्ञातिस्वजनबांधवं ॥२६२॥
કરાવે. બધી દુકાનો વિવિધ પ્રકારની ધ્વજાઓ તથા વસ્ત્રોવડે શોભાવે. સ્થાને સ્થાને ગીત-વાજિંત્ર અને નાટકો વિગેરે કૌતુકના સાધનો કરાવે. ર૫૫-૨૫૬.
કોઈ જગ્યાએ મલ્લયુદ્ધ, કોઈ જગ્યાએ રાસડા લેવાનું અને કોઈ જગ્યાએ વિદૂષકોની અને વ્યાસની કળા વિગેરે પ્રગટ કરાવીને લોકો કૌતુક તેમ જ આનંદ મેળવે તેવી ગોઠવણ કરે. ૨૫૭.
સ્થાને સ્થાને વાંસના અગ્રભાગ ઉપર તથા દોરડા ઉપર નૃત્ય કરનારા નટોથી વ્યાપ્ત કરે, કથાઓની શ્રેણિથી મનુષ્યોના સમૂહને તન્મય કરે એવા કથા કરનારા વ્યાસોને બેસાડે. ૨૫૮.
સતત વાગતી એવી ભંભા, ભેરી, મૃદંગ, ઝલ્લરી, વેણું, વીણાદિ વાજિંત્રો વડે આખું નગર શબ્દમય કરે. ૨૫૯.
તસ્કરાદિ તેમ જ શત્રુ રાજા આદિ સર્વને છોડી દઈને કારાગૃહ (કેદખાનું) ખાલી કરે. લોકોનું ઋણ (દેવું) આપી દઈને સર્વ પ્રજાને અનૃણી કરે. ૨૬૦.
માનોન્નાનાદિમાં વધારો કરીને સર્વ પ્રજાને આનંદ પમાડે. દરેક ઘરમાં ધવળમંગળ ગાવાનું શરૂ થઈ જાય. ૨૬૧.
| ઉત્તમ ઈષ્ટજનોના લાવેલા રત્નાદિની પ્રભુના પિતા પાસે ભેટ મૂકવામાં આવે. પોતાની જ્ઞાતિવાળા તેમજ સ્વજન બાંધવોને વિવિધ પ્રકારના સત્કારથી સંતુષ્ટ કરે. ૨૬૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org