SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ કાલલોક-સર્ગ ૩૦ विमोहतिमिरोद्रेक-लुप्तविज्ञानचक्षुषां । प्रददत्यामुमगदं किं नो नोपकृतं त्वया ॥१७२॥ अहं शक्रोऽस्मि देवेंद्रः सौधर्मस्वर्गनायकः । त्वनंदनगुणाकृष्ट इहायातोऽस्मि पावने ॥१७३।। मातस्ततोऽनुजानीहि न भेतव्यं मनागपि । त्वत्सुतस्य करिष्यामो जन्मकल्याणकोत्सवं ॥१७४।। इत्युदित्वा प्रभोर्मातु-र्दत्तेऽवस्वापिनीं हरिः । पार्श्वे च स्थापयत्यस्याः कृत्वा प्रतिकृतिं प्रभोः ॥१७५॥ केनचिहुष्टदेवेन हतनिद्रेह मा स्म भूत्। इयं पुत्रमनालोक्य पिंजलेत्ययमुद्यमः ॥१७६॥ यद्वा परिजनस्तस्या जातमात्रं तदंगजं । अनालोक्य विषादं मा यासीदित्ययमुद्यमः ॥१७७॥ ततश्चाहँतमादत्ते पंचमूर्तिः सुरेश्वरः । मूत्यैकया धौतपूत-धूपिते करसंपुटे ॥१७८।। મોહરૂપ તિમિરના ઉદ્રકથી જેના વિજ્ઞાનરૂપી ચક્ષુઓ લુપ્ત થયા છે, તેવા જીવોને ઔષધરૂપ આ પરમાત્માને આપતા તમે શું ઉપકાર કર્યો નથી ? ૧૭૨. હું શક્ર નામનો દેવેંદ્ર છું. સૌધર્મ સ્વર્ગનો સ્વામી છું. તમારા પુત્રના ગુણથી આકર્ષિત થઈને, હે પવિત્ર માતા ! હું અહીં આવ્યો છું. ૧૭૩. હે માતા ! તમે આજ્ઞા આપો. તમારે જરા પણ બીવું નહીં. તમારા પુત્રના જન્મકલ્યાણક સંબંધી ઉત્સવ કરીશું.” ૧૭૪. આ પ્રમાણે કહીને, પ્રભુની માતાને અવસ્થાપિની નિદ્રા દઈને ઈદ્ર માતાની પાસે પ્રભુનું પ્રતિબિંબ કરીને મૂકે. ૧૭૫. કોઈ દુષ્ટ દેવ નિદ્રા હરી લે અને માતા પોતાની પાસે પુત્રને ન જોવાથી આકુળવ્યાકુળ ન થાય તે માટે આ ઉદ્યમ છે. ૧૭૬. અથવા તેના પરિજનમાંથી કોઈ ત્યાં આવે અને તરતના જન્મેલા બાળકને ત્યાં ન જુએ તેથી વિષાદ પામી જાય, તેમ ન બને તેટલા માટે આ ઉદ્યમ છે. ૧૭૭. ત્યારપછી ઈદ્ર પાંચ રૂપ કરીને, એક રૂપ વડે જળવડે ધોઈને પવિત્ર કરેલા, તેમ જ ધૂપિત કરેલા કરસંપુટમાં પ્રભુને ગ્રહણ કરે. ૧૭૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy