________________
૨૭૮
કાલલોક-સર્ગ ૩૦
प्राच्यपुण्यानुसारेणं संप्राप्तैश्वर्यशालिनः । देवेंद्रमनुगच्छंति सर्वे सौधर्मवासिनः ॥१५८॥
त्रिभिर्विशेषकं ॥ सौधर्मस्वर्गमध्येन समृद्ध्यैवं सुरेश्वरः । वीक्षितो देवदेवीभि-राश्चर्यस्मेरदृष्टिभिः ॥१५९॥ पंचानीकपरिक्षिप्त-महेंद्रध्वजभाक् पुरः । उदंडशुंडद्विपवद्विषां चेतांसि कंपयन् ॥१६०॥ दिव्यदुंदुभिनि:स्वान-ध्वानव्याप्तनभोंतरः । औत्तराहेण निर्याण-मार्गेणोत्तरति द्रुतं ॥१६॥
त्रिभिर्विशेषकं ॥ यथा वरयिता लोके राजमार्गेण गच्छति । स्वसमृद्धि दर्शयितुं जनानां स्वं प्रशंसतां ॥१६२॥ तथेंद्रोऽपि पथानेन जिनजन्मोत्सवादिषु । निर्याति भूयसां बोधि-लब्धये तत्प्रशंसिनां ॥१६३।। अथासंख्यद्वीपवार्द्धि-मध्येन द्रुतमापतन् । नंदीश्वरे रतिकर-पर्वतेऽग्निविदिग्गते ॥१६४।।
દેવો દેવેંદ્રની સાથે આકાશમાર્ગે ચાલે. ૧૫૮.
સૌધર્મદેવલોકના મધ્યમાં થઈને સર્વસમૃદ્ધિ સાથે નીકળતા એવા સુરેશ્વરને સર્વદેવદેવીઓ આશ્ચર્યયુક્ત દષ્ટિવડે જુવે. પાંચ પ્રકારના સૈન્યથી વીંટાયેલા, આગળ ચાલતા મહેદ્રધ્વજથી ઊંચા કરેલા ગુંડાદંડવાળા હસ્તીની જેમ શત્રુઓના દિલને કંપાવતા અને દિવ્ય દુંદુભિના નાદથી આકાશના અંતરને ભરી દેતા સૌધર્મેદ્ર ઉત્તર દિશાના માર્ગે ઝડપથી નીચે ઉતરે. ૧૫૯-૧૬૧.
જેમ શ્રેષ્ઠ લોકો, લોકમાં પોતાની પ્રશંસા થાય તે રીતે પોતાની સમૃદ્ધિ દેખાડવા માટે રાજમાર્ગે ચાલે છે, તેમ ઈદ્ર પણ જિનજન્મોત્સવાદિ પ્રસંગે પોતાની પ્રશંસા કરનાર અનેક જનોને બોધિબીજનો લાભ થવાને માટે આ રીતે જ નીકળે છે. ૧૬૨–૧૬૩.
એવી રીતે નીચે ઉતર્યા પછી, અસંખ્ય દ્વીપ સમુદ્રોની ઉપર થઈને ઝડપથી પ્રયાણ કરતાં નંદ્રીશ્વરદ્વીપમાં અગ્નિકોણમાં રતિકર પર્વત ઉપર આવે. ત્યાં વિમાન સંક્ષેપીને એટલે બીજું નાનું વિમાન વિકર્વીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org