________________
૨૬૧
માતાના ચૌદ સ્વપ્ના
इदं हि घटते यस्मा-द्गर्भवासदिने मुदा ।
वंदितोऽयं समागत्य सहावाभ्यां सुरेश्वरैः ॥४४A॥ इति श्रीशांतिचरित्रे श्रीशांतिनाथमातापितृवचनमित्यादि श्यते, ततो विस्तरतः प्रथमकल्याणकोत्सवपद्धतिर्बहुश्रुतेभ्योऽवसेया ।
तस्मिन्नवसरे वास-भवने स्वर्गृहोपमे । स्वःशय्योपमशय्यायां शयिता सा मृगेक्षणा ॥४५॥ समधातुः सुप्रसन्न-चित्ता स्वप्नांश्चतुर्दश । निशीथे गर्भमायाति जिने साक्षादिवेक्षते ॥४६॥ गजं तत्र चतुर्दतं शुभ्रमैरावणोपमं । शुभं दांतं दीप्रदंतं वृषं पिंडमिव त्विषां ॥४७॥ तीक्ष्णदंष्ट्र लोलनेनं हर्यक्षं शूरमुज्ज्वलं । देव्याः श्रियोऽभिषेकं च क्रियमाणं दिशां गजैः ॥४८॥ सौरभाकृष्टमधुपां नानापुष्पमयीं सजं । पूर्ण चंद्रं नवनीत-मिवोन्नीतं सुधांबुधेः ॥४९॥ सहसकिरणं लोकलोचनालोकनौषधं ।
शुभ्रमभ्रंलिहं कंप॑ हर्यक्षांकं महाध्वजं ॥५०॥ શ્રી શાંતિનાથ ચરિત્રમાં-ગર્ભવાસને દિવસે હર્ષપૂર્વક ઈદ્ર આવીને અમને તથા પ્રભુને વંદના ४२. तेथी मा पात घटे ४ छ. ४४ A.
એવું શ્રી શાંતિનાથના માતાપિતાનું વચન દેખાય છે. આ પ્રમાણે હોવાથી પ્રથમ કલ્યાણકના ઉત્સવની પદ્ધતિ બહુશ્રુતોથી જાણી લેવી.
દેવગૃહ જેવા વાસગૃહમાં, દેવશયા જેવી શય્યામાં મૃગસમાન નેત્રવાળા, સમધાતુવાળા, સુપ્રસન્ન ચિત્તવાળા, એવા સુતેલા માતા જે રાત્રિએ જિનેશ્વર ગર્ભમાં આવે છે, તે રાત્રિએ મધ્યરાત્રિને વખતે स्पष्ट यौह स्वप्न हे छे. ४५-४६.
તે ચૌદ સ્વપ્ન આ પ્રમાણે-ચાર દાંતવાળો, ઉજ્વળ ઐરાવણ જેવો હસ્તી ૧, ઉજ્વળ, શાંત, દેદીપ્યમાન દાંતવાળો, જાણે કાંતિનો પિંડ હોય તેવો વૃષભ ૨, તીક્ષ્ણ દાઢવાળો, ચપળ નેત્રવાળો, શૂરવીર અને ઉજ્વળ સિંહ ૩, દિગ્ગજોવડે અભિષેક કરાતી લક્ષ્મીદેવી ૪, સુગંધવડે આકર્ષિત થયેલા ભ્રમરોવાળી અને નાના પ્રકારના પુષ્પ વડે ગુંથેલી માળા ૫, ક્ષીરસાગરમાંથી નીકળેલો જાણે માખણનો પિંડ હોય તેવો પૂર્ણ ચંદ્ર દ, લોકોના નેત્રોને જોવા માટે અપૂર્વ ઔષધિ જેવો સૂર્ય ૭, ઉજળો, આકાશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org