________________
૨૪૯
ચાર પ્રકારનાં વરસાદ, ત્રેસઠ શલાકા પુરુષ
द्वितीयस्यैकदृष्ट्या भू-र्भाव्यतेऽब्दसहस्रकं । वृष्टेः स्नेहस्तृतीयस्य दशाब्दानि भवेद्भुवि ॥३४७॥ निरंतरं प्रवृत्ताभि-स्तुरीयस्य च वृष्टिभिः । भूयसीभिर्वर्षमेकं स्नेहस्तिष्ठति वा न वा ॥३४८॥ तत्र तुर्यारकेऽभोदा उत्तमाः कालवर्षिणः । स्युः स्निग्धा सरसा भूमि-स्ततो भूरिफलप्रदा ॥३४९॥ प्रायो विड्वरदुर्भिक्षेतयो न न च तस्कराः । રોકાશોવિયાધિ-ટુવતી સ્થાઃિ ચલ્પિ રૂ૫ | न्यायाऽनुल्लंघिनो लोकाः पुरुषायुषजीविनः । राजानः श्रावकाः प्रायो धार्मिका न्यायतत्पराः ॥३५१॥ तस्मिन् कालेऽनुक्रमेण स्युस्त्रयोविंशतिर्जिनाः ।
एकादश चक्रभृतः शाङ्गिणः सीरिणो नव ॥३५२॥ एवं च - एकस्यामवसर्पिण्यां स्युश्चतुर्विंशतिर्जिनाः ।
(चक्रिणो) द्वादश नव केशवा नव सीरिणः ॥३५३।।
બીજા પ્રકારના વરસાદની એક વૃષ્ટિથી એક હજાર વર્ષ સુધી પૃથ્વી તેવી રહે છે, ત્રીજા પ્રકારના વરસાદની એક વૃષ્ટિથી દશ વર્ષ સુધી પૃથ્વી તેવી રસવાળી રહે છે.૩૪૭.
ચોથા પ્રકારના વરસાદની ઘણી વૃષ્ટિ નિરંતર થવા છતાં પણ એક વર્ષ સુધી જ જમીન રસવાળી રહે કે ન રહે.૩૪૮.
તેમાં ચોથા આરામાં વરસાદ ઉત્તમ પ્રકારના અને યોગ્યકાળ વરસનારા હોય છે, તેથી જમીન સ્નિગ્ધ, સરસ અને ઘણા ફળને આપનારી હોય છે.૩૪૯.
પ્રાયઃ તે આરામાં વિવર, દુર્ભિક્ષ, ઉપદ્રવો હોતા નથી, ચોર હોતા નથી અને રોગ, શોક, વિયોગ, આધિ, દુઃખ ને દુઃખી અવસ્થા વિગેરે અલ્પ હોય છે.૩૫૦.
તે કાળે લોકો ન્યાયનું ઉલ્લંઘન કરતા નથી, પૂર્ણ આયુ સુધી જીવે છે. રાજાઓ પ્રાયઃ શ્રાવક (જૈન ધર્મ પાળનારા), ધાર્મિક અને ન્યાયમાં તત્પર હોય છે.૩૫૧.
તે ચોથા આરામાં અનુક્રમે ૨૩ તીર્થંકરો થાય છે. ૧૧ ચક્રવર્તીઓ થાય છે અને નવ બળદેવવાસુદેવ થાય છે.૩૫ર.
એક અવસર્પિણીમાં એકંદર ૨૪ તીર્થકરો, ૧૨ ચક્રવર્તીઓ અને નવ વાસુદેવ તથ નવ બળદેવ થાય છે.૩પ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org