________________
યુગલિકનું સ્વરૂપ
૨ ૨ ૧
सर्वेऽपि पुंस्त्रीरूपास्ते मनुष्याः शुभलक्षणाः । नांदीसिंहक्रौचहंसगंभीरमधुरस्वराः ॥१७५।। आद्यसंहनना आद्य-संस्थानाः कांतिशालिनः । दद्रुकुष्ठकिलासादि-त्वग्दोषरहितांगकाः ॥१७६॥ कपोतवत्परिणताहारा: कंकवयोगुदाः । अलममलमूत्रादि-लेपापानास्तुरंगवत् ॥१७७।। पृष्ठकरंडकवाच्यानि पृष्ठवंशोन्नतास्थिशकलानि । षट्पंचाशां द्विशतीं दधतः क्रोशत्रयोन्नतयः ॥१७८॥ आर्या । पद्मोत्पलादिवच्चारु-गंधश्वासमुखांबुजाः । तनुक्रोधमानमाया-लोभदोषाः स्वभावतः ॥१७९॥ विनीता भद्रकास्त्यक्त-भक्ष्यभोज्यादिसंचयाः । संतोषिणो निरौत्सुक्या मास्वार्जवशालिनः ॥१८०॥ सत्यपि स्वर्णरत्नादौ ममत्वावेशवर्जिताः । परस्परं त्यक्तवैर-कलहद्रोहमत्सराः ॥१८ १।।
સ્ત્રી અને પુરુષો સર્વે મનુષ્યો શુભ લક્ષણવાળા, નાંદી, સિંહ, કૌચ અને હંસની જેવા ગંભીર અને મધુર સ્વરવાળા હોય છે. વળી પ્રથમ સંતનનવાળા, પ્રથમ સંસ્થાનવાળા, કાંતિવાળા, ધાધર, કોઢ ને કિલાસાદિ ત્વચાના દોષથી રહિત, કપોત જેવા પરિણત આહારવાળા, કંકપક્ષી જેવી સંકુચિત ગુદાવાળા, અશ્વની જેમ મળમૂત્રાદિના લેપ વિનાની ગુદાવાળા,જેના પૃષ્ઠકરંડક તરીકે ઓળખાતા પૃષ્ઠવંશના ઉન્નત એવા અસ્થિના વિભાગો ૨૫૬ની સંખ્યામાં હોય છે અને ત્રણ ગાઉના શરીરવાળા હોય છે.૧૭૫–૧૭૮.
જેમના મુખનો શ્વાસ પદ્ધ અને ઉત્પલ (કમળ) જેવો સુગંધી યુક્ત હોય છે, સ્વભાવથી જ તેઓનાં ક્રોધ, માન, માયા, લોભરૂપ કષાયો અલ્પ હોય છે. વિનીત, ભદ્રક, ભક્ષ્ય અને ભોગ્ય પદાર્થોના સંચય વિનાના, સંતોષી, ઉત્સુક્તા વિનાના, મૃદુતા અને સરલતાવાળા હોય છે. ૧૭૯–૧૮૦.
સુવર્ણ રત્નાદિ હોવા છતાં પણ તેની ઉપર મમતાના આવેશ વિનાના હોય છે, અને પરરપર વૈર, કલહ, દ્રોહ અને મત્સર રહિત હોય છે. ૧૮૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org