________________
૨૨૦
કાલલોક-સર્ગ ૨૯ मसृणोंऽगन्यासो ललितं ९ व्याजादेः प्राप्तकालस्याप्यवचनं विहृतं १०.
एतेषां दशानां सूत्राणां सोदाहरणा वृत्तयस्तु काव्यानुशासनटीकाया अलंकारचूडामणेरवसेयाः, एतच्च जंबूद्वीपप्रज्ञप्तिसूत्रेऽपि सूचितं तथाहि-संगयगयहसिय भणिअचिट्ठिअविलाससंलावणिउणजुत्तोवयारकुसला इति
न तूद्दिश्यान्यमांस्ता विकारं बिभ्रते मनाक् । कालस्वभावादेवाल्प-विकारा न्यायमार्गगाः ॥१७०॥ अनभ्यस्तनीतिकाम-शास्त्रा अपि स्वभावतः । युक्तकामोपचारेषु चतुराश्चतुराशयाः ॥१७१॥ नयनोत्सवकारिण्य-चित्रकत्प्रियदर्शनाः । સાક્ષણિરસ: વ-વતી રૂઢ ક્ષિતિ ૨૭૨ तत्पतिप्राग्भवाचीर्ण-दानादिसुकृतोद्भवैः । पचेलिमैरिव फलै-र्जातेग्रूपसंपदः ॥१७३॥ तास्तादृश्यस्तदानीं स्युः स्त्रियः कालस्वभावतः । युग्मिन्यः परिभोगार्हा युग्मिनां पुण्यशालिनां ॥१७४।।
તે લલિત ૯, કાંઈ કપટથી અવસરે પણ ન બોલવું તે વિત. ૧૦,
એ દશ સૂત્રોના ઉદાહરણ સાથેની વૃત્તિ-વિસ્તાર કાવ્યાનુશાસનટીકામાંથી તેમ જ અલંકારચૂડામણિમાંથી જાણી લેવો. આ હકીકત શ્રીજંબૂદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રમાં પણ સૂચવેલ છે, તે આ પ્રમાણે-“સંગત, ગત, હસિત, ભણિત, વિષ્ટિત, ચેષ્ટિત, વિલાસ, સંતાપ, નિપુણ અને યુક્તોપચાર કરવામાં કુશળ હોય છે.' ઈતિ.
તે યુગલિક સ્ત્રીઓ અન્ય પુરૂષોને જોઈને જરા પણ વિકારને પામતી નથી, કારણ કે કાળસ્વભાવથી જ તે કાળની સ્ત્રીઓ અલ્પવિકારવાળી અને ન્યાયમાર્ગે ચાલનારી હોય છે. ૧૭૦.
નીતિશાસ્ત્ર કે કામશાસ્ત્રનો અભ્યાસ કર્યા વિના પણ સ્વભાવે જ યોગ્ય એવા કામોપચારમાં ચતુર અને ચતુર (શુભ) આશયવાળી તે કાળની સ્ત્રીઓ હોય છે. વળી નેત્રને ઉત્સવ કરનાર, આશ્ચર્ય પમાડનાર, પ્રિયદર્શનવાળી અને સાક્ષાત અપ્સરાઓ જ દેવલોકમાંથી પૃથ્વી પર આવી હોય તેવી તે દેખાય છે. તેના પતિના પૂર્વભવે આચરેલા દાનાદિ સુકૃતોથી ઉદ્ભવેલા અતિપક્વ ફળોથી એવા પ્રકારની રૂપસંપદાને પામેલી હોય છે. તે સ્ત્રીઓ પૂર્વે કહ્યા પ્રમાણેના સ્વરૂપવાળી કાળસ્વભાવથી જ તે કાળે પુણ્યશાળી એવા યુગ્મીઓના ભોગને યોગ્ય હોય છે. ૧૭૧–૧૭૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org