________________
૧૯ ૮
કાલલોક-સર્ગ ૨૯ भवनेशव्यंतराणां केषांचिन्नाकिनामपि । केषांचिन्नृतिरश्चां चातृतीयारकवर्त्तिनां ॥२४॥ यद्यप्यस्मात्परोऽप्यस्ति संख्याया विषयो महान् । पूर्वोदितचतुःपल्य-प्ररूपणनिरूपितः ॥२५॥ किंत्वसंव्यहार्योऽसौ भवति स्थूलदर्शिनां ।
ततः संव्यवहार्येऽस्मिन् संख्यानेन निरूपितः ॥२६।। तथोक्तं जंबूद्वीपप्रज्ञप्तिवृत्तौ-एतस्माच्च परतोऽपि सर्षपचतुः-पल्यप्ररूपणागम्य: संख्येय: कालोऽस्ति, किंत्वनतिशायिनामसंव्यवहार्यत्वान्नेहोक्त, इति स्थित्यधिकारे तु सर्वत्रापि सिद्धांते पूर्वकोटेः परतोऽधिकां स्थितिं बिभ्राणौ नरतिर्यंचौ संख्येयायुष्कतया न व्यवहियेते, तथोक्तं श्री भगवती चतुर्विंशे शते द्वितीयोद्देशकवृत्तौ-इहासंख्यातवर्षायुर्जघन्यस्थितिकः प्रक्रांतः, स च सातिरेकपूर्वकोट्यायुर्भवति, तथैवागमे व्यवहृतत्वात् इति अत एव पूर्वकोट्यधिकायुषश्चारित्रप्राप्तिमुक्तिगमनादिकमपि निषिध्यत इति ज्ञेयं ।
ભવનપતિ ને વ્યંતરદેવોનું તેમજ કેટલાક દેવલોકના દેવોનું તથા ત્રીજા આરાના મનુષ્યો અને તિર્યંચોનું આયુષ્ય પણ એ જ પ્રમાણે માપેલું છે. ૨૪
જો કે એની પછી પણ સંખ્યાનો વિષય ઘણો મોટો છે, કે જે પ્રથમ ચાર પ્રકારના પાલાની પ્રરૂપણાથી પ્રરૂપિત કરેલો છે; પરંતુ તે સ્થળદર્શી મનુષ્યોના વ્યવહારમાં ન આવતો હોવાથી, વ્યવહારમાં આવતી સંખ્યા અહીં આ પ્રરૂપણાથી કહી છે. ૨૫-૨૬ '
તે વિષે શ્રી જંબૂદ્વીપપ્રજ્ઞપ્તિની વૃત્તિમાં કહ્યું છે કે – “એની આગળ પણ સરસવ વડે ભરેલા ચાર પાલાની પ્રરૂપણારૂપ સંખ્યાતકાળ છે, પરંતુ તે સામાન્ય જ્ઞાનવાળાનાં વ્યવહારમાં આવતું ન હોવાથી અહીં કહેલ નથી.” પરંતુ સ્થિતિ (આયુ)ના અધિકારમાં તો સિદ્ધાંતમાં સર્વત્ર પૂર્વકોટિથી આગળ અધિક સ્થિતિ ધરાવનારા મનુષ્ય તિર્યંચોને સંખ્યાના આયુવાળા તરીકે વ્યવહાર કરેલો જ નથી. એ પ્રમાણે શ્રી ભગવતીસૂત્રના ચોવીશમા શતકના બીજા ઉદ્દેશની વૃત્તિમાં કહ્યું છે. તેને માટે આ પ્રમાણે કહ્યું છે કે- “અહીં અસંખ્યાત વર્ષના આયુવાળામાં જે જધન્યસ્થિતિવાળી કહેલ છે, તે સાતિરેક ક્રોડપૂર્વની આયુવાળો સમજવો. કેમકે તે જ પ્રમાણે આગમમાં વ્યવહાર કરેલો છે.” આ કારણે જ ક્રોડપૂર્વથી અધિક આયુવાળાને ચારિત્રની પ્રાપ્તિને મુક્તિગમનાદિનો નિષેધ કહેલો છે, એમ સમજવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org