________________
૧૭૪
કાલલોકપ્રકાશ
સર્ગ ૨૮–અંગે વિવેચન
(આ વિવરણ સુશ્રાવક હીરાલાલ અમૃતલાલ શાહે કરેલ. તે જુની આવૃત્તિની શરૂઆતમાં આપેલું, પણ તેનો ઉપયોગ અભ્યાસી વર્ગને ખ્યાલ ન આવતાં રહી જતો-એવું પંડિતજીઓ તથા ઉપકારી વડીલ પૂજ્યો પાસેથી જાણવાં મલતાં, સર્ગ ૨૮ પછી તરત જ છપાવી રહ્યા છીએ, જેથી ઉપયોગી થશે. જ્યોતિષ વિષયક જ્ઞાન ન હોવાથી, જે રીતે લખાણ હતું તેમજ છપાવ્યું છે. –સંપાદક)
“પ્રાચીન
કાલલોક-સર્ગ ૨૮
જ્યોતિપ્
‘‘લોકપ્રકાશ’’ ગ્રન્થમાં જે જે વસ્તુ સંગૃહીત થઈ છે, તે સંક્ષેપથી સર્ગ ૩૭માં જણાવી છે. અહીં અમે માત્ર સર્ગ ૨૮ના કેટલાક ભાગ પર વેવેચન કર્યું છે.
૧.કાલલોકપ્રકાશના અઠ્યાવીશમા સર્ગનું મહત્ત્વ વિવિધ રીતે છે. તે સર્ચમાં પૂર્વપ્રણીત જૈન આગમો અને જ્યોતિષ વિષયક ગ્રન્થોનું સરલ સંસ્કૃત ભાષામાં ગ્રન્થકર્તાએ દોહન કરેલું છે. સૂર્યપ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ, જંબૂદ્દીપપ્રજ્ઞપ્તિ તથા બીજા આગમગ્રન્થોમાં જ્યોતિષ વિષયક હકીકતો છે, તેનો વિસ્તાર છોડી અને જ્યોતિષ્મદંડક ઇ. ગ્રન્થોમાંથી આવશ્યક હકીકતો તારવીને, જ્યોતિષ વિષયનો સુગમ પરિચય થાય, તેવી સરલ સંસ્કૃત શ્લોકોમાં રચના કરી છે. ઈ.સ.પૂર્વે છસોની સદીમાં શ્રમણ ભગવાન મહાવીરસ્વામીએ જે રચના પ્રરૂપેલી છે, તેને સ્પષ્ટ કરવાનો ઉપરોક્ત સર્વ ગ્રન્થોનો આશય છે એટલે તેને અનુસરનાર કાલલોકપ્રકાશમાં જે વસ્તુ સંગૃહીત થઈ છે, તે હકીકત સ્વાભાવિકપણે જુની તરીકે માન્ય કરી શકાય છે. ફેરફાર માત્ર ઋતુઓના વિભાગ અને તેમાં પ્રચલિત માસમાં છે અને તેવા ફેરફાર પ્રાચીન અને અર્વાચીન જૈન તેમજ જૈનેત૨ ગ્રંથોમાં પણ મળી આવે છે, કારણ કે ઋતુ અને માસના પરસ્પરના સંબંધમાં કાળક્રમે પરિવર્તન થતું ગયું છે અને તે પરિવર્તન મુખ્યતઃ દક્ષિણાયન, ઉત્તરાયણ તથા શરદ અને વસંત સંપાતનો સમય એકનો એક જ ન રહેતાં બદલાતો ગયો છે, તેથી થયું છે. સર્વ ગ્રન્થકારો એકનો એક જ સમય (દક્ષિણાયન ઈ. નો) લઈ અર્વાચીન ઘટના સાથે પૂર્વની ઘટનાનો સમન્વય જોડી, અર્વાચીન ઘટનાને પ્રાચીન વર્ગીકરણનું જ સ્વરૂપ આપવા સહેજે પ્રયત્નવાન થયા છે. આ કારણથી પ્રાચીન જ્યોતિષના અભ્યાસમાં ઋતુ અને માસ સંબંધી ઉલ્લેખો સંભાળથી વાંચી જતાં, તે સિવાયની જ્યોતિષની અન્ય રચના આ સર્ગમાં પ્રાપ્ત થાય છે. વધારે વિસ્તારથી સમજવા માટે જુદા જુદા ગ્રન્થોનો આધાર લેવો પડે તે નિર્વિવાદ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org