SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ પોરસીની છાયાની વધઘટ ૧૫૯ तथा चाहुः-'वड्ढए हायए वावि मासेणां चउरंगुलं ।' માણે તિ' સૂર્યસેનેત્યર્થ त्रिभिर्मासैरंगुलानि वर्द्धते द्वादश क्रमात् । षड्भिर्मासैश्व वर्द्धते चतुर्विंशतिरंगुलाः ॥१००९॥ चतुर्विंशत्यंगुलस्य शंकोश्छाया भवेदिति । दिने सौम्यायनस्याये-ऽष्टचत्त्वारिंशदंगुलाः ॥१०१०।। चतुर्विंशत्यंगुलस्य शंकोश्छाया यथोदिता । चतुर्विंशत्यंगुलस्य जानोरपि तथा भवेत् ॥१०११।। अत एव च -दिने याम्यायनस्याद्ये द्विपदा पौरुषी भवेत् । जानुच्छायाप्रमाणा सा मीयमाना स्वजानुना ॥१०१२॥ पादद्वितयमानश्च जानुः स्यात्पादमूलतः । द्वादशांगुलमानोऽत्र पादो न तु षडंगुलः ॥१०१३॥ वितस्तिमाना स्याच्छाया मीयमाना वितस्तिना । याम्यायनादौ पौरुष्यां पादोऽत्र स्यात् षडंगुलः ॥१०१४॥ કહ્યું છે કે-“એક માસ (પોરસીની છાયા) ચાર આંગળ વધે છે અને ચાર આંગલ ઘટે છે.” અહીં માસ એટલે સૂર્યમાસ જાણવો. અનુક્રમે ત્રણ માસે બાર આંગલ વધે છે અને છ માસે ચોવીશ આગળ વધે છે. ૧૦૦૯. આ રીતે ઉત્તરાયણને પહેલે દિવસે ચોવીશ આંગળપ્રમાણ શંકુની છાયા હતી તે અડતાળીશ આંગળની થાય છે. ૧૦૧૦. જે પ્રમાણે ચોવીશ આંગળપ્રમાણ શંકુની છાયા કહી, તે જ પ્રમાણે ચોવીશ આગળના પ્રમાણવાળા જાનુ (ઢીંચણ)ની પણ તેટલી જ છાયા થાય છે. ૧૦૧૧. તેથી જ દક્ષિણાયનને પહેલે દિવસે બે પગલાં જેટલી છાયાથી પીરસી થાય છે. તે છાયા પોતાના જાનુવડે માપીએ, તો જાનુપ્રમાણ જ થાય છે. ૧૦૧૨. કેમકે પગના મૂળથી ભરીએ તો જાનુનું માન બે પાદ જ થાય છે. અહીં એક પાદના બાર આંગળ જાણવા, પણ છ આંગળ જાણવા નહીં. ૧૦૧૩. દક્ષિણાયનના પહેલા દિવસની પોરસીએ છાયાને જો વેતથી માપીએ, તો તે છાયા એક વેંત પ્રમાણ થાય છે. અહીં છ આંગળનો એક પાદ જાણવો. ૧૦૧૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy