________________
૧૩૯
પાંચ કરણો કયારે હોય?
अष्टम्यास्त्वह्नि रात्रौ च क्रमाद्वालवकौलवे । अर्द्धद्वये नवम्याः स्त्री-विलोचनगरादिके ।।८८०॥ दशम्यां वणिजं विष्टिः क्रमादर्द्धद्वये भवेत् । एकादश्यां दिवारात्रौ क्रमेण बवबालवे ॥८८१।। द्वादश्याच दिने रात्रौ कौलवस्त्रीविलोचने । गरादिवणिजे ज्ञेये त्रयोदश्यामहर्निशोः ॥८८२॥ चतुर्दश्यां दिवा विष्टि-रष्टावावृत्तयः स्मृताः ।
चराणामिति सप्तानां मासे मासे पुनः पुनः ।।८८३॥ तथाहुः - "मासेऽष्टशश्चराणि स्युरुज्ज्वलप्रतिपदंत्या त् ।"
रात्रौ कृष्णचतुर्दश्याः शकुनिः करणं भवेत् । चतुष्पदं च नागं चामावास्यामर्द्धयोर्द्वयोः ॥८८४।। किंस्तुघ्नं स्यात्प्रतिपदः शुक्लायाः प्रथमेऽर्द्धके । एतानि स्युस्तिथिष्वेते-प्वेव प्राहुः स्थिराण्यतः ॥८८५॥
આઠમને દિવસે અને રાત્રિએ અનુક્રમે બાલવ અને કૌલવ આવે છે, નોમના બન્ને અર્ધમાં સ્ત્રીવિલોચન અને ગરાદિ આવે છે.૮૮૦.
દશમના બન્ને અર્થમાં અનુક્રમે વણિજ અને વિષ્ટિ હોય છે, અગ્યારશને દિવસે અને રાત્રે અનુક્રમે બવ અને બાલવ હોય છે.૮૮૧.
બારશને દિવસે અને રાત્રે કૌલવ અને સ્ત્રીવિલોચન હોય છે, ગરાદિ અને વણિજ તેરશને દિવસે અને રાત્રે જાણવા.૮૮૨.
ચૌદશને દિવસે વિષ્ટિ હોય છે. આ પ્રમાણે દરેક માસમાં આ સાત ચર કરણોની વારંવાર આઠ આવૃત્તિઓ કહેલી છે. ૮૮૩.
કહ્યું છે કે-“દરેક માસમાં શુકલપક્ષની પ્રતિપદાના બીજા અર્ધભાગથી આરંભીને ચર કરણો આઠ વાર આવૃત્તિ કરે છે.'
વદ ચૌદશની રાત્રિએ શકુનિ નામનું કરણ હોય છે, તથા અમાવાસ્યાના બને અર્ધભાગમાં અનુક્રમે ચતુષ્પદ અને નાગ નામનાં કરણો આવે છે.૮૮૪.
તથા શુક્લ પ્રતિપદાના પહેલા અર્ધભાગમાં કિંતુન નામનું કરણ હોય છે. આ કરણો આ તિથિઓમાં જ આવે છે, તેથી તે સ્થિર કહેવાય છે.૮૮૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org