________________
૧૩૬
કાલલોક-સર્ગ ૨૮ यथा पूर्वोक्तपृच्छाया-मेका याभिजितः कला । गुण्यते त्रिनवत्याढ्यैः सा त्रयोदशभिः शतैः ॥८६०॥ तावदंका भवेत्रिशै-नैषाष्टादशभिः शतैः । विभक्तुं शक्यते तेन विधिः शेषो विधीयते ॥८६॥ त्रयोदशशती सत्रि-नवतिििनधीयते । एको राशिश्चैकषष्ट्या हियते तत्र चाप्यते ॥८६२॥ द्वाविंशतिः क्षिप्यते सा परराशौ ततो भवेत् । चतुर्दशशती पंच-दशभिस्सहिताथ सा ॥८६३॥ ह्रियते पंचदशभि-श्चतुर्नवतिराप्यते । शेषास्तिष्ठति पंचांशा-स्ततः पूर्वोक्तनिर्णयः ॥८६४॥ चतुर्नवतिसंख्यस्य पर्वणः पंचमीतिथौ । सूर्योदये चंद्रमसा भुक्तैकाभिजितः कला ॥८६५॥ करणानि निरूप्यन्ते तिथ्यर्द्धप्रमितान्यथ । भवंति तानि द्वैधानि चराणि च स्थिराणि च ॥८६६।। बवं च बालवं चैव कौलवं स्त्रीविलोचनं ।
गरादि वणिजं विष्टिः सप्तैतानि चराणि यत् ॥८६७॥ ગુણાકાર વિગેરેની ક્રિયા થઈ શકતી નથી.
પૂર્વે પૂછેલા પ્રશ્નમાં જે અભિજિતની એક કળા કહી છે, તેને તેર સો ને ત્રાણુએ ગુણતાં તેટલો જ (૧૩૯૩) અંક આવે છે. તેને અઢાર સો ને ત્રીશ વડે ભાગી શકાતા નથી. તેથી બાકીનો વિધિ કરવો. એટલે કે તેર સો ને ત્રાણુના અંકને બે ઠેકાણે સ્થાપન કરવો. તેમાંથી એક તરફના અંકને એકસઠથી ભાગવો; તેથી ભાગમાં બાવીશ આવે છે. તેને બીજી સ્થાપેલી રાશિમાં નાંખવાથી ચૌદ સો ને પંદર (૧૪૧૫) થાય છે. તેને પંદરથી ભાગતાં ભાગમાં ચોરાણુ આવે છે અને બાકી પાંચ શેષ રહે છે; તેથી પૂર્વે કહેલા પ્રશ્નનો નિર્ણય એ થયો કે ચોરાણુમાં પર્વની પાંચમની તિથિએ સૂર્યોદયને સમયે ચંદ્રમાએ અભિજિની એક કળા ભોગવી.૮૫૮-૮૬૫. - હવે કરણોની પ્રરૂપણા કરે છે.–તે દરેક કરણી અર્ધ તિથિના પ્રમાણવાળા હોય છે. તે ચર અને સ્થિર એમ બે પ્રકારનાં હોય છે. ૮૬૬.
બવ, બાલવ, કૌલવ, સ્ત્રીવિલોચન, ગરાદિ, વણિજ અને વિષ્ટિ આ સાત કરણો ચર छ.८६७.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org