________________
તિથિ જાણવાનું કરણ
अत्र करणं - अभिजित्प्रमुखक्षणा-मतीतानां यथाक्रमं ।
किंच
-
इष्टभेष्टकलां यावत्कला एकत्र मेलयेत् ॥८५३॥ कला चात्राहोरात्रस्य सप्तषष्टितमो भागो बोद्धव्यः । इष्टभेष्टकलां ताभ्यो ऽपनीयेत स्थितं च यत् । त्रिनवत्यधिकैस्ताड्यं तत्त्रयोदशभिः शतैः ॥ ८५४॥ विभज्यते च तत्त्रींशै - स्ततोऽष्टादशभिः शतैः । लब्धं संत्यज्यते शेषं यत्स्यात्तत्स्थाप्यते द्विशः ||८५५ ॥ एकत्रास्मिन्नेकषष्ट्या विभक्ते यदवाप्यते । अन्यराशौ क्षिप्यते तत् सोऽकराशिः पुनस्ततः ॥८५६ ॥ ह्रियते पंचदशभि- हृते च यदवाप्यते ।
तानि पर्वाणि शेषांशा - स्तिथिसंख्या भवेदिह ॥८५७ ॥
भमत्राभिजिदेवाद्यं तत्कलाप्यादिमोदिता । तदेककात्तत्कलांका-न्न किंचिदपनीयते ॥ ८५८ ॥ यदस्मादेककादेक-कलापनयने भवेत् ।
शून्यं शेषं ततो न स्याद्-गुणनाद्या क्रियोत्तरा ।। ८५९ ।।
Jain Education International
આનો નિર્ણય કરવા માટે આ પ્રમાણે કરણ કરવું.
અભિજિત્ નક્ષત્રથી પ્રારંભીને જેટલાં નક્ષત્રો વીતી ગયાં હોય, તેની કળાઓને ઈષ્ટ નક્ષત્રની ઈષ્ટ કળા સુધી અનુક્રમે સર્વનો સરવાળો કરવો. ૮૫૩.
અહીં કળા એટલે એક અહોરાત્રનો સડસઠમો ભાગ જાણવો.
તે કળાઓમાંથી ઈષ્ટ નક્ષત્રની ઈષ્ટ કળાને બાદ કરવી. જે બાકી રહે, તેને તેર સો ને ત્રાણુએ ગુણવા. પછી તેને અઢાર સો ને ત્રીશથી ભાગવા. ભાગમાં જે આવે તેનો ત્યાગ કરવો અને જે શેષ રહે તેને બે વાર સ્થાપવા. તેમાંથી એક તરફના સ્થાપેલા અંકને એકસઠથી ભાગતાં જે ભાગમાં આવે, તેને બીજી રાશિમાં (બીજી તરફના સ્થાપેલા અંકમાં) ભેળવવા, તે અંકરાશિ કહેવાય છે. તે અંકરાશિને પંદરથી ભાગતાં જે ભાગમાં આવે તે પર્વ જાણવા અને જે શેષ રહે, તે તિથિની સંખ્યા જાણવી.
૧૩૫
૮૫૪-૮૫૭.
આ રીત પ્રમાણે અહીં પ્રશ્નમાં અભિજિત્ નક્ષત્ર કહ્યું તે પહેલું જ છે, તેની કળા પણ પહેલી જ કહી છે; તેથી એકની સંખ્યાવાળા તેની કળાના અંકથી કાંઈ પણ બાદ થઈ શકતું નથી. કારણ કે આ એકની સંખ્યામાંથી એક કળા બાદ કરતાં શેષ શૂન્ય રહે છે; તેથી આગળ કરવાની કહેલી
For Private & Personal Use Only
www.jainelibrary.org