________________
૧૩૦
કાલલોક-સર્ગ ૨૮
पृच्छास्वेतासु विषमा-स्तिथयोऽत्र भवंति याः । रूपाधिकासु द्विघ्नासु तासु स्यात्पर्वनिर्णयः ॥८२२॥ समास्तु तिथयो रूपा-भ्यधिका द्विगुणीकृताः । एकत्रिंशद्युताः सत्यो-ऽतीतपर्वप्रकाशिकाः ॥८२३॥ पर्वसंख्या सा च पंचदशना सपतत्तिथिः । विभज्यमाना द्वाषष्ट्या-वमसंख्यां प्रकाशयेत् ॥८२४॥ आद्ये प्रश्ने यथोद्दिष्टा प्रतिपत्तिथिरित्यतः । एकको विषमः सैको द्विनो जातं चतुष्टयं ॥८२५॥ युगादितो व्यतिक्रांते ततः पर्वचतुष्टये । अवमायां प्रतिपदि द्वितीयां न्यपतत्तिथिः ॥८२६॥ चतूरूपा पर्वसंख्या षष्टिः पंचदशाहता । पतत्तिथिर्द्वितीयेति द्वाभ्यां युक्ता विधीयते ॥८२७॥ जाता द्वाषष्टिरेषा च द्वाषष्ट्या प्रविभज्यते । लब्ध एकस्ततो जातो-ऽवमरात्रोऽयमादिमः ॥८२८॥ कदा पुनर्द्वितीयायां तृतीया पततीति च । प्रश्ने द्वितीयोद्दिष्टेति द्विको रूपाधिकस्त्रयः ॥८२९॥
આ પ્રશ્નોમાં જે વિષમ (એક) તિથિઓ હોય, તેમાં એક ઉમેરી બે વડે ગુણવાથી પર્વનો નિર્ણય थाय छे.८२२.
અને જે સમ (બેકી) તિથિઓ હોય, તેમાં એક ઉમેરી બે વડે ગુણી તેમાં એકત્રીશ ઉમેરવાથી વ્યતીત પર્વની સંખ્યા સ્પષ્ટ થાય છે.૮૨૩.
જે પર્વની સંખ્યા આવી હોય તેને પંદરથી ગુણી પતિત તિથિની સંખ્યા તેમાં ઉમેરવી. પછી તેને બાસઠથી ભાગવાથી અવમતિથિની સંખ્યા સ્પષ્ટ થાય છે.૮૨૪
જેમકે પહેલા પ્રશ્નમાં એકમની તિથિ કહી છે, તે એકનો અંક વિષમ (એકી) છે, તેથી તેમાં એક ઉમેરતાં બે થયા, તેને બે વડે ગુણતાં ચાર થયા. તેથી યુગના પ્રારંભથી ચાર પર્વ જાય ત્યારે અવમાત્ર એકમમાં દ્વિતીયા તિથિ પડે છે (સમાય છે) એ જવાબ આવ્યો.૮૨૫–૮૨૬.
હવે પર્વની સંખ્યા ચાર છે, તેને પંદરે ગુણતાં સાઠ થાય તેમાં પડતી તિથિ દ્વિતીયા હોવાથી, બે ઉમેરતાં બાસઠ થાય. આ બાસઠને બાસઠ વડે ભાગતાં ભાગમાં એક આવે છે, તેથી આ પ્રતિપદા अवमात्र पडेदो छ-सेभ. ४१७ माव्यो.८२७-८२८.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org