SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૠતુ પ્રકરણની સમાપ્તિ अथ प्रथमसूर्य-पूर्ती सूर्यर्क्षमुच्यतां । ध्रुवांकोऽत्रापि पूर्वोक्त: पंचोपेतं शतत्रयं ॥ ७२७ ॥ एतच्चैकेन गुणितं तागेव व्यवस्थितं । अष्टाशीतिः शोध्यतेऽस्मात् पुष्यस्य प्रथमं ततः ॥ ७२८॥ शेषे च द्वे शते सप्त-दशाढ्ये शोध्यते ततः । अश्लेषायाः सप्तषष्टिः शेषं सार्द्धं शतं स्थितं ॥ ७२९ ॥ शतमस्माच्चतुस्त्रिंशं मघासंबंधि शोध्यते । षोडशावस्थिताः शेषास्तदेष प्रश्ननिर्णयः ॥७३०॥ सूर्येण पूर्वफाल्गुन्या भागेषु षोडशस्विह । भुक्तेषु प्रथमोऽर्कर्तुः संपूर्ण इति बुध्यतां ॥७३१॥ : लोके तु - मासौ मार्गादिकौ द्वौ द्वा-वृतुर्हेमंत एव च । शिशिरश्च वसंतश्च ग्रीष्मो वर्षास्तथा शरत् ॥७३२॥ ऋतुभिश्चायने भानोः शिशिराद्यैस्त्रिभिस्त्रिभिः । उदग्याम्याभिधे ताभ्यां द्वाभ्यामर्कस्य वत्सरः ॥७३३॥ બીજું ઉદાહરણ– યુગને વિષે પહેલો સૂર્યૠતુ કયા સૂર્યનક્ષત્રમાં પૂર્ણ થાય છે ? તે કહો, એમ કોઈએ પ્રશ્ન પૂછયો, તેના જવાબમાં આ પ્રમાણે કહેવું. અહીં પણ પૂર્વે કહેલો ધ્રુવાંક ત્રણ સો ને પાંચ (૩૦૫) છે. તેને એકથી ગુણતાં તેટલા જ (૩૦૫x૧=૩૦૫) થાય છે. તેમાંથી પ્રથમ પુષ્ય નક્ષત્રના અઠયાશી (૮૮) અંશ બાદ કરવા. બાદ કરતાં બાકી બસો ને સતર (૩૦૫-૮૮=૨૧૭) રહે છે. તેમાંથી અશ્લેષા નક્ષત્રના સડસઠ (૭) અંશો બાદ કરતાં બાકી એક સો ને પચાશ (૨૧૭૬૭=૧૫૦) રહે છે તેમાંથી મઘા નક્ષત્રના એક સો ને ચોત્રીશ (૧૩૪) બાદ કરતાં બાકી સોળ (૧૫૦૧૩૪=૧૬) રહે છે; તેથી પ્રશ્નનો નિર્ણય આ પ્રમાણે થયો કે—સૂર્ય પૂર્વફાલ્ગુની નક્ષત્રના સોળ (૧૬) અંશ ભોગવે ત્યારે પહેલો સૂર્યૠતુ પૂર્ણ થાય છે, એમ જાણવું. ૭૨૭-૭૩૧. ૧૧૫ લૌકિક શાસ્ત્રમાં તો આ પ્રમાણે કહ્યું છે—માગસર માસથી બે-બે માસનો એક એક ઋતુ છે, તે આ પ્રમાણે—હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ્. ૭૩૨. Jain Education International શિશિરાદિ ત્રણ ત્રણ ઋતુથી સૂર્યના ઉત્તરાયણ અને દક્ષિણાયન થાય છે અને તે બે અયનથી સૂર્યનું એક વર્ષ થાય છે. ૭૩૩. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy