SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૯ ચંદ્ર ઋતુ કાઢવાની રીત चतु:शत्या व्युत्तरया गुण्यते चेद्भवंति तत् । अष्टादश शतास्त्रिंशा यथोक्ता युगवासराः ॥६८७॥ अथ चंद्रर्तुज्ञानाय करणमुच्यते युगातीतपर्वसंख्या कार्या पंचदशाहता । विवक्षितदिनात्प्राच्या वर्तमानस्य पर्वणः ॥६८८॥ तिथयस्तत्र योज्यंते-ऽवमरात्रोज्झिताथ सा । चतुस्त्रिंशशतहता पंचायत्रिंशतांचिता ॥६८९।। शतैर्दशोत्तरैः षड्भि-विभाज्यैवं कृते सति । लभ्यतेऽतीतऋतवः शेषांशाश्चोद्धरंति ये ॥६९०।। तेषां भागे चतुस्त्रिंश-शतेनात्र यदाप्यते । ते दिना वर्तमानतॊः शेषा अंशा दिनस्य च ॥६९१।। વર્ષ વીપ द्वितीयपर्वैकादश्यां चंद्रर्तुः कतमो युगे । इति प्रश्नेऽतीतमेकं पर्व पंचदशाहतं ॥६९२।। ને બે વડે ગુણીએ ત્યારે પૂર્વે કહ્યા પ્રમાણે એક યુગના અઢાર સો ને ત્રીશ (૪ x ૪૦૨ = ૧૮૩૦) અહોરાત્ર થાય છે. ૬૮-૬૮૭. હવે ચંદ્રતુ જાણવાનું કરણ (રીત) બતાવે છે. યુગને વિષે કહેવાને ઇચ્છેલા દિવસની પહેલાં જેટલા પર્વ વીતી ગયા હોય તેને પંદરથી ગુણવા. તેમાં ચાલતા પર્વની ગયેલી તિથિઓ ભેળવવી. તેમાંથી ક્ષયતિથિ બાદ કરવી, જે અંક રહે તેને એક સો ને ચોત્રીશથી (૧૩૪) ગુણી તેમાં ત્રણસો ને પાંચ ભેળવવા, પછી તે અંકને છ સો ને દશથી ભાગવો, ભાગમાં જે આવે તેટલા વીતી ગયેલા ઋતુ જાણવા. બાકી જે અંશ વધ્યા હોય તેને એક સો ને ચોત્રીશથી ભાગતાં, જે ભાગમાં આવે તેટલા વર્તતા ઋતુના વ્યતીત દિવસો જાણવા અને જે શેષ રહ્યા હોય, તેટલા વર્તતા દિવસોના અંશ જાણવા. ૬૮૮-૬૯૧. - ઉદાહરણ–યુગના આરંભથી બીજા પર્વની અગ્યારશને દિવસે કેટલામો ચંદ્રઋતુ ચાલે છે? એમ કોઈ પ્રશ્ન કરે, ત્યારે એક પર્વ વીતી ગયેલું છે તેને પંદરે ગુણતાં પંદર (૧૫x૧=૧૫) થયા. તેમાં અગ્યારશની પહેલાં દશ તિથિઓ વ્યતીત થયેલી હોવાથી દશ (૧૦) દિવસ ભેળવ્યા, ત્યારે પચ્ચીશ (૧૫x૧૦=૨૫) થયા. અહીં ક્ષયતિથિનો સંભવ નથી તેથી કાંઈ પણ બાદ કરવાનું નથી–એમ જાણવું. પછી આ પચ્ચીશને એક સો ચોત્રીશે (૧૩૪) ગુણતાં તેત્રીશ સો ને પચાસ (૨૫x૧૩૪=૩૩૫૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy