________________
૯૪
કાલલોક-સર્ગ ૨૮
पल्कार्द्ध पंचदशा-धिकं तु तिथिभिर्भजेत् ।
पल्केष्वागतं दद्या-च्छेषांकानिर्णयेत्तिथिं ॥५९३।। तथाहि युगे विषुवमाद्यं स्या-त्कतिपर्वव्यतिक्रमे ।
कस्यां तिथाविति प्रश्ने करणं भावयेदिति ॥५९४॥ आद्यं विषुवदित्येको द्विघो रूपोनितः पुनः ।
एकः स षड्गुणः षट्कः पर्वांकः सोऽर्द्धितस्तिथिः ॥५९५॥ एवं च - षट्सु पर्वस्वतीतेषु युगे विषुवमादिमं ।
तृतीयायां तिथावेवं चतुर्थमथ भाव्यते ।।५९६॥ तद्यथा - द्विघ्नश्चतुष्को रूपोनः सप्त स्युस्ते च षड्गुणाः ।
द्वाचत्वारिंशद्भवंति तेऽर्द्धितास्त्वेकविंशतिः ॥५९७॥ अधिका पंचदशांका-दियं तद्भज्यतेऽथ तैः ।
पर्वस्वेकं क्षिपेल्लब्धं शेषाः षट् तिथिसूचकाः ॥५९८॥ ततश्च - स्यात्पर्वसु त्रिचत्वारि-शत्यतीतेष्वथो युगे ।
षष्ठ्यां तिथौ तद्विषुव-मेवं सर्वत्र भाव्यतां ॥५९९॥
પર્વના અંકને અર્ધ કરતાં જો પંદરથી વધારે આવે તો તેને પંદરે ભાગવા. ભાગમાં જે એક આવ તેને પર્વના અંકમાં ઉમેરવા અને જે અંક શેષ રહ્યો હોય તે તિથિનો અંક જાણવો. પ૯૩.
ઉદાહરણ – યુગમાં પહેલું વિષુવ કેટલા પર્વ ગયા પછી કઈ તિથિમાં આવે ? એમ કોઈ પ્રશ્ન કરે તો તે માટે આ રીત અજમાવવી.પ૯૪.
પહેલા વિષુવનો પ્રશ્ન છે તેથી એકને બમણો કરતાં બે થાય, તેમાંથી એક બાદ કરતા એક રહે, તેને છગુણો કરવાથી જ થાય તે પર્વનો અંક જાણવો. તેને અર્ધ કરવાથી તિથિનો અંક આવે છે. ૫૯૫.
તે પ્રમાણે યુગમાં પહેલાં છ પર્વ ગયા પછી ત્રીજની તિથિમાં પહેલું વિષુવ આવે. હવે ચોથું વિષુવ લાવવાની રીત બતાવે છે. ૫૯૬.
ચોથું વિષુવ લાવવા માટે ચારને બેથી ગુણતાં આઠ થયા, તેમાંથી એક બાદ કરતાં સાત રહ્યા, તેને છગુણા કરતાં બેંતાળીશ થયા, તે પર્વનો અંક જાણવો, તેને અર્ધ કરતાં એકવીશ આવે, તે એકવીશનો અંક પંદર કરતાં અધિક છે, તેથી તે એકવીશને પંદરે ભાગતાં એક આવે છે, તેને પર્વના અંકમાં ઉમેરવો અને શેષ જ રહે છે, તે તિથિના અંકને સૂચવનાર છે. તેથી યુગમાં સેંતાળીશ પર્વ ગયા બાદ છઠ્ઠની તિથિએ ચોથું વિષુવ આવે છે. એ પ્રમાણે સર્વત્ર જાણી લેવું. ૫૯૭-૫૯૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org