________________
દરેક યુગમાં સુર્યના અયન
अष्टादशशतास्त्रिंशा अयनैर्दशभिर्यदि । अहोरात्रास्तदैकेना-यनेन किं लभामहे ॥४७७॥ अत्रांत्येनैकरूपेण राशिना गुणितः स्थितः । तथैव मध्यमो राशि-रेकेन गुणितं हि तत् ॥४७८।। ततो दशकरूपेण हृतेऽस्मिन्नाद्यराशिना । अहोरात्रशतं लब्धं सत्र्यशीति यथोदितं ॥४७९॥ मंडलानामपि शतं सत्र्यशीति चरेद्रविः ।। एकैकं प्रत्यहोरात्रं पूरयन्नयनेऽयने ॥४८०॥ सर्वांतरानंतरे य-मंडले दक्षिणायनं । आरभ्यते पूर्यते त-त्सर्वबाह्ये च मंडले ॥४८॥ सर्वबाह्यानंतरे च मंडलेऽथोत्तरायणं । आरभ्यते पूर्यते तत्सर्वाभ्यंतरमंडले ॥४८२॥ अथ सूर्यायनज्ञान-विषये करणं ब्रुवे ।
यतोऽतीतवर्तमाना-यनज्ञानं सुखं भवेत् ॥४८३॥ પ્રશ્ન :- જો દશ અયનના અઢાર સો ને ત્રીશ અહોરાત્ર છે. તો એક અયનના કેટલા અહોરાત્ર થાય ? ૪૭૭.
ઉત્તરઃ- (૧૦/૧૮૩૦/૧) અહીં છેલ્લા એકરૂપ રાશિવડે મધ્યમ રાશિને (૧૮૩૦x૧ = ૧૮૩૦) ગુણવાથી તેટલો જ રાશિ રહે છે, કેમકે એક વડે જેને ગુણવામાં આવે તે તેટલું જ રહે છે.૪૭૮.
ત્યાર પછી (૧૮૩૦)ને દશરૂ૫ પહેલા રાશિવડે ભાગાકાર કરવાથી (૧૮૩૦ -૧૦ = ૧૮૩) એક સો ને વ્યાશી અહોરાત્ર આવે છે. ૪૭૯.
સૂર્યની ગતિના એક સો ને ન્યાશી માંડલા હોય છે. તેમાં દરેક અયનમાં સૂર્ય ગતિવડે હમેશાં એક એક માંડલું પૂરું કરે છે.૪૮૦. | સર્વ આભ્યન્તર (અંદરના) માંડલાની પછીના માંડલામાં જ્યારે સૂર્ય ચાલે છે, ત્યારે દક્ષિણાયનનો આરંભ થાય છે, અને સર્વથી બહારના છેલ્લા) માંડલામાં જ્યારે સૂર્ય ચાલે છે, ત્યારે તે દક્ષિણાયન પૂર્ણ થાય છે.૪૮૧.
એ જ રીતે સર્વ બાહ્ય માંડલાની પછીના માંડલામાં સૂર્ય ચાલતો હોય, ત્યારે ઉત્તરાયણનો આરંભ થાય છે. અને સર્વ આત્યંતર માંડલામાં જ્યારે ગતિ કરતો હોય, ત્યારે તે ઉત્તરાયણ પૂર્ણ થાય છે.૪૮૨.
હવે સૂર્યના અયનને જાણવાની રીત કહું છું, કે જેથી વીતી ગયેલા અને વર્તતા અયનનું જ્ઞાન સરળતાથી થઈ શકે.૪૮૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org