SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫ યુગનો આરંભ કયારે ? તે વિષે અન્યગ્રંથોનું વિવેચન युगपत्प्रतिपत्तिसमये संभावयामः, तथाहि सब्बे कालविसेसा सूरपमाणेणं हंति नायव्वा' इति वचनाद्यदि सूर्यचारविशेषेण कालविशेषप्रतिपत्तिर्दक्षिणोत्तरयोराद्यसमये प्रागपरयोरुत्तरसमये तर्हि दक्षिणोत्तरप्रतिपत्तिसमये पूर्वापरयोः पूर्वकालस्यापर्यवसानं वाच्यं, पूर्वापरविदेहापेक्षायास्त्येव तदिति चेत्सूर्ययोश्चीर्णचरणं अपरं वा सूर्यद्वयं वाच्यं, ययोश्चारविशेषाद्दक्षिणोत्तरप्रतिपत्तिसमयापेक्षयोत्तरसमये पूर्वापरयो: कालविशेषप्रतिपत्तिरित्यादिको भूयान् परवचनावकाश इत्यलं प्रसंगेनेति । वक्ष्यंते ये च कालांशाः सुषमसुषमादयः । आरंभं प्रतिपद्यते सर्वे तेऽपि युगादितः ॥४७०।। સૂત્રથી ગર્ભિત (સહિત) ત્રણ ઋતુનું સૂત્ર અને અયનનું સૂત્ર કહીને-“જેમ અયનનો આલાવો છે તેમ જ વર્ષનો પણ આલાવો કહેવો. તે જ પ્રમાણે યુગનો તથા સો વર્ષનો પણ આલાવો કહેવો.” ઈત્યાદિક ઘણાં સૂત્રોનો સમૂહ ભગવતીસૂત્રના ગ્રંથથી જાણવો. જંબૂદીપપ્રજ્ઞપ્તિ સૂત્રમાં પણ “જેમ પાંચમા અંગના પાંચમા શતકના પહેલા ઉદ્દેશામાં કહ્યું છે તેમ' એ પ્રમાણે ભલામણ કરીને આ સૂત્ર ગ્રહણ કર્યું છે એમ જાણવું. અહીં જેબૂદ્વીપપ્રજ્ઞપ્તિની ટીકામાં ઉપાધ્યાય શ્રી શાંતિચંદ્રગણિએ અહીં આ પ્રમાણે કહ્યું છે-“પરંતુ યુક્તિનું અનુકૂળપણું તો સમકાળે પ્રતિપત્તિ (શરૂઆત) નો સમય હોય તેમાં છે.” એમ અમે સંભાવના કરીએ છીએ. કહ્યું છે કે–‘સર્વે કાળના વિશેષ સૂર્યના પ્રમાણથી થાય છે એમ જાણવું.' આવું વચન હોવાથી જો સૂર્યના ચાર વિશેષથી દક્ષિણ અને ઉત્તરમાં પહેલે સમયે અને પૂર્વ-પશ્ચિમમાં ઉત્તર સમયે કાલ વિશેષનો સ્વીકાર થતો હોય, દક્ષિણ અને ઉત્તરમાં કાળ વિશેષના સ્વીકારને સમયે પૂર્વ અને પશ્ચિમમાં પૂર્વના કાળની અસમાપ્તિ કહેવી જોઈએ. કદાચ કોઈ કહે કે–‘પૂર્વ-પશ્ચિમ મહાવિદેહની અપેક્ષાએ તેમ (પૂર્વ કાળની અસમાપ્તિ) છે જ. તેનો ઉત્તર એ છે કે–જો એમ હોય તો બે સૂર્યનું ચીર્ણચરણ કહેવું જોઈશે અથવા બીજા બે સૂર્ય કહેવા પડશે, કે તેમના જુદા પ્રકારની ચાર (ગતિ)થી દક્ષિણ અને ઉત્તરમાં સ્વીકારેલા સમયની અપેક્ષાએ તેની પછીના સમયે પૂર્વ-પશ્ચિમમાં કાળ વિશેષનો (વર્ષના આરંભનો) સ્વીકાર થઈ શકે.” ઈત્યાદિક ઘણા પ્રકારે અન્ય અન્ય વિદ્વાનોના વચન (પ્રશ્નોત્તર) નો અવકાશ રહે છે; માટે આ પ્રસંગથી સર્યું.” આગળ ઉપર સુષમસુષમ વિગેરે જે કાળના અંશો કહેવામાં આવશે, તે સર્વેનો યુગની શરૂઆતથી જ પ્રારંભ થાય છે. અને યુગને અંતે તેઓ પૂર્ણતાને પામે છે, તેથી સર્વકાળ વિશેષોમાં સૌથી પહેલાં ૧. અમુક પ્રકારની ગતિએ કરીને. ૨. પૂર્વના વર્ષનો કે યુગનો છેલ્લો સમય કહેવો જોઈએ. ૩. ચારની સમાપ્તિ અને ચારની શરૂઆત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy