SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજાવિધિ ૨૯૩ पुष्पमाल्यैर्गन्धचूर्णैर्वस्त्रैराभरणैरपि । पूजयित्वा लम्बयन्ति, पुष्पदामान्यनेकशः ३४९ ॥ ततः करतलक्षिप्तः पञ्चवर्णैमणीवकैः । चित्रोपचाररुचिरं, रचयन्ति भुवस्तलम् ॥ ३५० ॥ पुरतोऽथ जिना नामच्छै रजततण्डुलैः । लिखित्वा मङ्गलान्यष्टौ, पूजयन्ति जगद्गुरून् ॥ ३५१ ॥ ततश्चान्द्रप्रभं वज्रवैडूर्यदण्डमण्डितम् । करे कृत्वा मणिस्वर्णचित्रं धूपकडुच्छकम् ॥ ३५२ ॥ दह्यमानकुन्दुरुक्ककृष्णागुरुतुरुष्ककै । धूपं दवा जिनेन्द्राणां, प्रक्रमन्ते स्तुतिक्रियाम् ॥ ३५३ ॥ धूपं दत्त्वा जिनेन्द्राणामित्युक्तं यदिहागमे । साक्षाजिनप्रतिमयोस्तदभेदविवक्षया ॥ ३५४ ॥ सत्यप्येवं न मन्यन्ते, येऽर्चामा जगत्पतेः । तान् धावतो मुद्रिताक्षानानयामः कथं पथम् ? ॥ ३५५ ॥ ' ર18 || પુષ્પનીમાલા, સુગધીચૂર્ણ, વસ્ત્રાભરણથી પરમાત્માની પૂજા કરીને અનેક પુષ્પમાલાઓ (ચારે તરફ ) લટકાવે છે. ત્યારપછી હસ્તતલથી પાંચવર્ણના મણકાઓને ઉછાળીને તે દેવે પૃથ્વીને જુદા-જુદા પ્રકારના ચિત્રોથી સજાવે છે. ૩૪૯-૩૫૦. ત્યારબાદ શ્રી જિનેશ્વરદેવની પ્રતિમાની આગળ સ્વચ્છ રૂપાના ચોખાથી અષ્ટમંગલ આલેખીને જગત ગુરૂને પૂજે છે. વજરત્ન અને વહૂર્યરત્નના દંડથી શોભતી ચન્દ્રની પ્રભા જેવી ઉજ્જવલ મણિ અને સ્વર્ણથી દિપતી એવી ધૂપદાની હાથમાં લઈને બળતા એવા કુંદક, કૃષ્ણાગરૂ, તુરૂષ્ક આદિ પદાર્થથી શ્રી જિનેશ્વરોની આગળ ધૂપ કરીને (તે દેવો) સ્તુતિ શરૂ કરે છે. ૩૫૧-૩૫૩. શ્રી જિનેશ્વરોની આગળ ધૂપ આપીને આ પ્રમાણે જે આગમમાં કહ્યું છે તે સાક્ષાત્ જિનેશ્વર અને જિનેશ્વરની પ્રતિમાની અભેદ વિવક્ષાથી કહ્યું છે. ૩૫૪. આમ હોવા છતાં [ આ પ્રમાણે સ્પષ્ટ-આગમવાણી હોવા છતાં ] પણ જેઓ જગતપતિની પૂજ્ય એવી મૂર્તિને સ્વીકારતા નથી તેઓને આંખ મીંચીને દેડનારાની -જેમ કેવી રીતે માર્ગે લાવી શકાય ? ૩૫૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy