SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજકાનું વર્ણન ૧૯૧ अथ कैश्चित्कृतस्नानः, सद्धथानेधृतधौतिकैः । अन्तर्बहिश्चावदातेः, शरत्कालहूदैरिव ॥ २३५ ॥ कैश्चित्कृतोत्तगसङ्गैर्मुखकोशावृताननैः ।। तत्कालनष्टान्तःपापपरावृत्तिभयादिव ॥ २३६ ॥ मईयद्भिश्चन्दनेन, कैश्चित्कर्पूरकुङ्कमे । मोहप्रतापयशसी, चूर्णय द्भिरिवोजिते ॥ २३७ ॥ कैश्चिद् घुसृणनिर्यासोल्लासिकच्चोलकच्छलात् । हृद्यमान्तं भक्तिरागं, दधद्भिः प्रकटं बहिः ॥ २३८ ॥ कैश्चिन्नानावर्णपुष्पोद्दामदामौघदम्भतः ।। श्रयद्भिरद्भुतश्रेयः- श्रेणीमिव करे कृताम् ॥ २३९ ॥ वन्दमानैः पर्युपासमानैः पूजापरायणैः । प्रासादास्तेऽभितो भान्ति, सुरासुरनभश्चरैः ॥ २४० ॥ षड्भिः कुलकं । (હવે આ નદીશ્વરના ભવ્ય મંદિરોમાં ચારે તરફથી આવતા પૂજાર્થી ભવ્યામાઓ, તે મંદિરની શોભામાં કે વધારો કરતા હતા, તે કહે છે.) વંદન કરતાં કેટલાંક લોકેએ સ્નાન કરીને સદ્દધ્યાનવડે અને ધાએલા ઉજજવળ છેતી આદિ વસ્ત્ર ધારણ કરવા વડે બાહ્ય-આંતર ઉજજવલતા દ્વારા શરદઋતુના દ્રહનું અનુકરણ કર્યું હતું (જેમ શરદકાલના દ્રહોમાં પાણી ઉપર નીચે નિર્મળ ઉજજવળ હોય છે અને ઉપર બગલા વગેરે બેઠેલા હોવાથી ત્રિધા ઉજજવળ દેખાય છે, તેમ અહીં લોકે પણ ત્રિધા ઉજજવળતા ધરતા હતા.) તત્કાલ નાશ પામેલા અંતરના પાપોની પરાવૃત્તિ ન થઈ જાય, તેવા પ્રકારના ભયથી જ જાણે, ઉત્તરાસંગધારી કેટલાક જનો દ્વારા મુખકેશથી મુખ ઢાંકવામાં આવ્યું હતું. મહામહ રાજાના પ્રતાપ અને યશને ચૂર્ણિત કરવા માટે જ, જાણે સજજ ન થયા હોય! તેવા કેટલાક પૂજાર્થીઓ દ્વારા ચંદનની સાથે કપૂર અને કંકુ લસેટવામાં આવતા હતા. ઘસારા ઘસી–ઘસીને, તૈયાર કરેલા વિલેપન રસથી છલછલ ભરેલા કાળાને કેટલાક હૃદય સ્થાને ધારી રહ્યા હતા, કેમકે હૃદયમાં નહીં સમાતો ભક્તિરાગ જ જાણે કળા રૂપે બહાર પ્રકાશિત થઈ રહ્યો હતો, વળી કેઈક વિવિધ પ્રકારનાં વર્ણવાળા પુષ્પોની મોટી માળાઓનાં સમૂહના બહાને હાથમાં કરેલી અદ્દભૂત કલ્યાણની શ્રેણિનો આશ્રય કરતા હતા. આ રીતે અનેક ચેષ્ટાઓ, પ્રવૃત્તિઓમાં ગૂંથાએલા, વંદન કરી રહેલા, પર્ય પાસના કરી રહેલા, પૂજામાં પરાયણ એવા પૂજાર્થી સુર, અસુર, વિદ્યાધરો દ્વારા, આ પ્રાસાદે ચારે બાજુથી શોભી રહ્યા છે. ૨૩૫-૨૪૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy