________________
શ્રી લોકપ્રકાશના બીજક તરીકેના સર્ગ ૩૭ મામાં આ વિભાગમાં આવેલા સગ ૧૨ થી ૨૦ સુધીમાં શું શું આવ્યાનું
કહેલ છે તે નીચે પ્રમાણે– ક્ષેત્રમાં બારમા સગમાં સામાન્યથી ક્ષેત્રનું નિરૂપણ, લોકમાં દિશાનું નિરૂપણ, ૨જજુ અને ખંડનું સ્વરૂપ, સંવતિતલોકનું સ્વરૂપ અને તે ઉપર દૃષ્ટાંત, મહત્તા ને આયામપૂર્વક રત્નપ્રભા પૃથ્વીનું નિરૂપણ, વ્યંતરોની નગરાદિ સમૃદ્ધિનું પરિકિર્તન, આ સર્વ સવિશેષપણે નિરૂપિત કરેલ છે.
તેરમા સર્ગમાં ભુવનપતિનું સ્વરૂપ, તેના ઇંદ્રોનું સ્વરૂપ અને તેના સામાનિક દે, અમહિષી વિગેરેનું સ્વરૂપ વિસ્તારથી કહ્યું છે. ચાદમાં સર્ગમાં સાત નરકનું નિરૂપણ, તેના પ્રસ્તટ, દરેક પ્રસ્તટે શરીરનું પ્રમાણ,
ના વિગેરે યુક્તિપૂર્વક બતા પંદરમા સર્ગમાં તિર્થંકલેકનું સ્વરૂપ, અસંખ્યાત દ્વીપસમુદ્રનું વર્ણન, જબૂદીપની જગતિનું ને તેના દ્વારનું તેમજ તેના સ્વામીનું વર્ણન છે. આ સર્ગમાં વિજયદેવની કૃદ્ધિનું બહુ વિસ્તારથી વર્ણન છે.
સેળમા સગમાં ભરતક્ષેત્ર, વૈતાદ્ય પર્વત, તેની ગુફાઓ તથા કૂટ, હિમવંત પર્વત, પદ્મદ્રહ, શ્રીદેવી, ગંગા વિગેરે નદીઓ, લવણ સમુદ્રમાં નીકળેલી બે પર્વતની આઠ દાઢાઓ, તેના પર રહેલા અંતરદ્વીપે, તેમાં રહેલા ગુગલિકે, હેમવંત ક્ષેત્ર, તેમાં રહેલ વૃત્તવૈતાલ્ય, મહાહિમવંત પર્વત, તેની ઉપરના દ્રહમાંથી નીકળતી નદીએ અને તેના પર રહેલ દ્રહ ને કટે, હરિવર્ષ ક્ષેત્ર, નિષધ પર્વત, શીતા શીતાદા નદી અને પાંચ પાંચ દ્રહોનું વર્ણન છે.
સત્તરમાં સર્ગમાં દેવકુર ને ઉત્તરકુરૂ ક્ષેત્ર, પૂર્વ કે પશ્ચિમ મહાવિદેહ, મહાવિદેહનું વર્ણન, તેના મુખ્યતાએ ચાર વિભાગ, તેમાં રહેલી વિજયે, વક્ષસ્કાર પર્વતા, અંતરનદીઓ, વિજયમાં રહેલ વૈતાઢ્ય, તેના છ ખંડ અને મુખ્ય નગરીઓ, ગંધમાદન ને માલ્યવંત ગજદંતાનું વર્ણન, ઉત્તરકુરૂક્ષેત્રનું વિસ્તારથી નિરૂપણ, યમકાદ્ધિ દ્રો, કંચનગિરિઓ, જબૂવૃક્ષનું તેને ફેટો સહિત વર્ણન, તેના અધિપતિનું વર્ણન, સૈમનસ ને વિદ્યુતુભ ગંજદતાનું વર્ણન, દેવકુરૂક્ષેત્રનું વર્ણન, તેમાં રહેલા ચિત્ર ને વિચિત્ર પર્વતે, દ્રહા, કંચનગિરિઓ, શાલ્મલીવૃક્ષ વિગેરેનું વર્ણન છે.
અઢારમા સર્ગમાં મેરૂપર્વતનું વર્ણન, તેના ચાર વન, તેમાં આવેલા કૂટ, મેરૂની ત્રણ મેખલા, ઉપર આવેલી ચૂલિકા અને પાંડકવનમાં આવેલ શિલાઓ ને સિંહાસનોનું વર્ણન છે.
ઓગણીશમા સમાં નીલવંતપર્વત, તેની ઉપર કર્યો, દ્રહ, તેની અધિષ્ઠાયક દેવી. હૃહમાંથી નીકળતી શીતા ને નારીકાંતા નદીનું નામમાત્ર વર્ણન, ૨મ્યક ક્ષેત્ર, કૃમિ પર્વત, હિરણ્યવત ક્ષેત્ર, શિખરી પર્વત, એરવત ક્ષેત્ર, તેના છ ખંડ અને મધ્યની નગરી વિગેરેનું વર્ણન, ક્ષેત્ર ને પર્વતાદિનું ઉત્તર દક્ષિણમાં સામ્યપણું, સર્વ પર્વતપરના કૂટની એકંદર સંખ્યા, વિદ્યાધરની શ્રેણિઓ, તે પરના નગરે, તેમજ કુલ નદીઓ, પ્રપાત કુડો અને દ્રહોની સંખ્યા, ચક્રવતીના રત્નો, અરિહંતની સ્થિતિ, જંબદ્વીપવતિ સૂર્ય, ચંદ્ર, ગ્રહાદિકની સંખ્યા વિગેરે આપેલ છે.
વીશમાં સર્ગમાં વિસ્તારવાળા પાંચદ્વારવડે સૂર્ય, ચંદ્રના મંડળાદિનું ને તેના ચારનું વર્ણન તથા તેની સાથે નક્ષત્રના ગનું, દિનવૃદ્ધિ ને ક્ષયાદિકનું, ધ્રુવરાહુનું ને પર્વરાહુનું, તિથિની ઉત્પત્તિનું અને પંદર દ્વારેવડે નક્ષત્રનું નિરૂપણ કરેલું છે. કુંવરજી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org