________________
થોઝ ]. જ્ઞાન મતિજ્ઞાન “' નું ચક્ષણ |
अस्य च स्वरूपमेवं तत्वार्थवृत्तौ
यदोपकरणेन्द्रियस्य स्पर्शनादिपुद्गलैः स्पर्शाद्याकारपरिणतः सम्बन्ध उपजातो भवति तदा किमप्येतदिति गृह्णाति । किन्त्वव्यक्तज्ञानोऽसौ सुप्तमत्तादिसूक्ष्मावबोधसहितपुरुषवदिति । तदा तैः स्पर्शाद्युपकरणेन्द्रि. यसंश्लिष्टैः या च यावती च विज्ञानशक्तिः आविरस्ति सा एवंविधा ज्ञानशक्तिः अवग्रहाख्या ॥ तस्य स्पर्शनाद्युपकरणेन्द्रियसंश्लिष्टस्पर्शाद्याकारपरिणतपुद्गलराशेः व्यंजनाख्यस्य ग्राहिका अवग्रह इति भण्यते ॥ तेनैतदुक्तं भवति । स्पर्शनाद्युपकरणेन्द्रियसंश्लिष्टाः स्पर्शाद्याकारपरिणताः पुद्गलाः भण्यन्ते व्यंजनम् । विशिष्टार्थावग्रहकारित्वात्तस्य व्यंजनस्य परिच्छेदको व्यक्तोऽवग्रहो भण्यते अपरोऽपि । तस्मान्मनानिश्चिततरः किमप्येतदित्येवंविधसामान्यपरिच्छेदोऽवग्रहो भण्यते। ततः परमीहादयः प्रवर्तन्ते इति ॥
એમ હોવાને લીધે, વ્યંજનોનો વ્યંજનોની સાથે પ્રથમ સમ્બન્ધ-એનું નામ “ વ્યંજનાવગ્રહ.” “અત્યન્ત અકુટ જ્ઞાન’ એ એનું લક્ષણ-વ્યાખ્યા છે. ૭૦૪–૭૦૬.
એનું સ્વરૂપ તત્વાર્થવૃત્તિ ” માં આ પ્રમાણે છે –
જ્યારે ઉપકરણ ઈન્દ્રિયનો સ્પર્શાદિ આકાર પામેલા સ્પર્શનઆદિ પુગલોની સાથે સમ્બન્ધ થાય છે ત્યારે “આ કંઈક છે ” એવું જ્ઞાન થાય છે, પણ એ જ્ઞાન, નિદ્રામાં પડેલા અને મત્ત–પધેલા પુરૂષને થાય છે એવું સૂક્રમ–અવ્યક્ત થાય છે. સ્પર્શન આદિ ગુગળનો સ્પર્શ આદિ ઉપકરણ ઇન્દ્રિયોની સાથે આમ સંલેષ થવાથી જે અને જેટલી જ્ઞાનશક્તિ, આવિર્ભાવ પામે છે એ જ્ઞાનશક્તિ તે “અવગ્રહ.” અથવા સ્પર્શ આદિ ઉપકરણ ઇન્દ્રિયોની સાથે સંલેષ થવાથી જેને સ્પર્શ આદિ આકાર થાય છે એવા વ્યંજન નામના પુગળસમૂહને ગ્રહણ કરનારી જે શક્તિ એનું નામ અવગ્રહ. ભાવાર્થ એવો છે કે આવી રીતે સ્પર્શન આદિ ઉપકરણ ઇન્દ્રિયની સાથે સંશ્લિષ્ટ થઈ પરિણામે પશ આદિ આકાર પામેલા હોય એવા પદુગળાનું નામ વ્યંજન છે. વળી એક બીજો “ અવગ્રહ” છે, જે એ વ્યંજનને પરિ છેદક છે એટલે એની સવિશેષ ચોક્કસ વ્યાખ્યા–અર્થ સમજાવનારો છે એપરથી વ્યક્ત અવગ્રહ કહેવાય છે. તે પરથી “ આ કંઈક છે” એટલું જ દર્શાવી શકે એવા અ૮૫ નિશ્ચયવાળો સામાન્યપણેજ ઓળખાવી શકે એવે છે તે ખાલી અવગ્રહ કહેવાય. આટલા અવગ્રહ પછી જ ‘ઇહા” આદિ પ્રવર્તે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org