SearchBrowseAboutContactDonate
Page Preview
Page 648
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસંહાર, વિવરણકારની પ્રશસ્તિ [ ૬૦૫ આચાર્યની પાસે આવી અર્થ સમજ્યા. દીક્ષા અંગીકાર કરી. સ્વશાસ્ત્ર અને પરશાસ્ત્રમાં અતિમહાન કુશળતા પ્રાપ્ત કરીને જેમણે પ્રવચનના વાત્સલ્યથી ૧૪૦૦ ચૌદસો પ્રકરણની રચના કરી છે, એવા ભવવિરહ ઉપનામ ધારણ કરનારા આચાર્ય હરિભદ્રસૂરિએ આ ઉપદેશપદ નામને મહાગ્રન્થ રચેલો છે. (૧૦૩૯) ઉપદેશપદ નામને મહાગ્રંથ પૂર્ણ થયો. તે સાથે “સુખસંબોધની' નામની ઉપદેશપદની વિકૃતિ પણ અહિં સમાપ્ત થઈ વિવરણકારની પ્રશસ્તિ ક્ષમામાં લીન એવો ઉદયાચલ સમાન એક બહગ નામને મહાન્ ગચ્છ છે. તે કેવો છે? તે કે-અતિશય ઉંચા આકાશસ્થલ માફક પ્રભાવશાળી, શીલની અતિપવિત્ર અને સાધુપુરુષોને રૂચિકર એવી સ્થિતિને ધારણ કરનાર, અતિ ઉછળતા શુભ સત્ત્વવાળા, ઉત્તમ કુળની છાયાથી ભરપૂર, (લેષાર્થ હોવાથી પર્વતપક્ષમાં ક્ષમાએટલે પૃથ્વીમાં લીન) પર્વત ઉંચા આકાશતલમાં સૌદર્યશાળી, અત્યંત નિર્મલ અને સજજને ગમતી એવી પર્વતોની સ્થિતિને ધારણ કરનાર હોય છે. ઉત્તમ વાંસની છાયાથી ભરપૂર એવો ઉદયાચલ પર્વત, તેના સમાન મહાન બહગચ્છમાં “સર્વદેવ* નામના આચાર્ય થયા. તે કેવા હતા ? તે કે-અજ્ઞાન–અંધકારનો નાશ કરનાર, સંસારસમુદ્રથી પાર પમાડનાર, કાંતિસમૂહથી યુક્ત, ભુવનના પદાર્થોનું સ્વરૂપ પ્રકાશિત કરનાર, નમસ્કાર કરવા લાયક ચરણવાળા, કામદેવને વશ કરનાર, નવીન ઉગેલા સૂર્ય સમાન એવા સાધુઓના સ્વામી હતા. (લેષાર્થ હોવાથી સૂર્ય પક્ષે અંધકારના વિનાશના કારણભૂત, નક્ષત્રોની કાતિના સમૂહને અદશ્ય કરનાર, ભુવનને પ્રકાશિત કરનાર જેનાં કિરણે નમસ્કાર કરવા ગ્ય છે, ચંદ્રમાની કાંતિને ક્ષીણ કરનાર) એવા નવીન બાલસૂર્ય સરખા શ્રી સર્વદેવસૂરિ થયા. તેમનાથી ઉત્તમ વર્તનવાળા આઠ દિગગજ સરખા શ્રીયશોભદ્રસૂરિ, નેમિચંદ્રસૂરિ વગેરે આઠ આચાર્યો થયા. તથા વિનયચંદ્ર નામના ઉપાધ્યાય થયા છે, જેમણે ધ્યાનયોગથી વિવિધ પ્રકારની બાધા ઉત્પન્ન કરનાર બુદ્ધિના અંધકારને દૂર કરેલા છે. તેમ જ મુનિઓના ગુણ રૂપી મણિઓના સમુદ્ર તેમ જ જેમને શુદ્ધ શિષ્યની પ્રાપ્તિ થયેલી છે, જેમણે નિરંતર શાસ્ત્રાનુસારી ચર્યાથી આર્ય લોકોનાં ચિત્તને પ્રભાવિત કર્યા છે, વળી પ્રાયઃ તેમના સર્વ શિષ્ય- સંતાનોની ભક્તિ જેના વિષે છે, એવા મુનિચંદ્રાચાર્ય નામના મુનિગણનાયક થયા, તેમણે આ ગ્રન્થની વિકૃતિ રચેલી છે. શ્રીનાગપુર નામના નગરમાં આ વિવૃતિની શરુઆત કરી અને અણહિલ્લ પાટક (પાટણ) નામના નગરમાં વિક્રમના ૧૧૭૪ મા વર્ષમાં આ વિવૃતિ પૂર્ણ કરી. અતિનિપુણ તેવા પ્રકા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy